ચૂંટણીમાં તમામ મોટા પોલ શું કહી રહ્યા છે, સંપૂર્ણ વિગતવાર આંકડાઓ, અત્યાર સુધીમાં ભાજપના નામે કેટલો છે રેકોર્ડ

06 Dec 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવ્યા છે. ગુજરાતમાં ઓછા મતદાન હોવા છતાં, એક્ઝિટ પોલના આંકડા ભાજપને બહુમતી સિદ્ધ કરતા સામે આવ્યા છે. વધુ બેઠકો મળવાનો અંદાજ ભાજપને છે. સાતમી વખત ભાજપ સરકાર બનાવી રહી છે. ત્યારે ભાજપમાં નરેન્દ્ર મોદી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા તેમના નામે જ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે પ્રથમ વખત 1998માં એક્ઝિટ પોલ માટે માર્ગદર્શિકા ઘડી હતી. જે ચાલી આવી છે જેમાં કેટલીકવાર આ તારણો ખોટા પણ પડતા હોય છે ત્યારે જાણો કઈ ન્યૂઝ ચેનલના શું કહી રહ્યા છે એક્ઝિટ પોલના આંકડાઓ.

જાણો એક્ઝિટ પોલના આંકડાઓની સંપૂર્ણ વિગતો

એબીપી સી વોટર –

ભાજપ 128-140 – કોંગ્રેસ 31-43 – આપ 3 – 11 અન્ય 2-6

ટીવી 9 –

ભાજપ 125-130 – કોંગ્રેસ – 40-50 – આપ -3-5 અન્ય – 3-7

આજતક –

ભાજપ 129-151 કોંગ્રેસ 16-30 – આપ 9-21 – અન્ય 2-3

ટાઈન્સ નાઉ-

ભાજપ 121-131 – કોંગ્રેસ 88-89 – આપ 5-10 – અન્ય 2-3

રિપબ્લિક –

ભાજપ 128 – 148 કોંગ્રેસ 30-42 – આપ 2-10 અન્ય 0-3

ચાણક્ય –

ભાજપ 150 પ્લસ – કોંગ્રેસ 19-9, આપ 11 -7, અન્ય 2

કુલ સરેરાસ –

ભાજપ 133, કોંગ્રેસ 40, આપ 8 , અન્ય 1

2002માં ભાજપનો રેકોર્ડ છે. – નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે 2002માં ભાજપને સૌથી વધુ 127 સીટો મળી હતી. આ આંકડાનો ઉલ્લેખ કરીને નરેન્દ્ર મોદીએ આ વખતે જનસભામાં ઘણીવાર કહ્યું છે કે, ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તોડી નાખશે. આજે જે આંકડા બહાર આવ્યા છે તેમાં રેકોર્ડ બ્રેક થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ગઈકાલે સાંજે એક્ઝિટ પોલના આંકડા બહાર આવ્યા હતા, જે મુજબ ભાજપને 120થી 148 બેઠકો, કોંગ્રેસને 30થી 52 બેઠકો અને AAPને 2થી 13 બેઠકો મળવાની ધારણા છે. જો કે, ઓછી મતદાન ટકાવારી રાજકીય પક્ષોની સંભાવનાઓને બગાડી શકે છે.

વધુમાં વાંચો… એસઆરપીજવાન પોતાના ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા: થોડા દિવસ પહેલા જ પત્નિએ કરી હતી આત્મહત્યા

એસઆરપીજવાન પોતાના ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા: થોડા દિવસ પહેલા જ પત્નિએ કરી હતી આત્મહત્યા રાજકોટનાં ઘંટેશ્વરમાં રહેતા એસઆરપી જવાન પોતાના ઘરે બેભાન હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઇ હતી. થોડા દિવસો પહેલા જ તેમની પત્નિએ પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.૧૫ દિવસમાં બે છોકરીઓએ મતા અને પિતા બન્ને ગુમાવ્યા. મળતી માહિતી અનુસાર રાજકોટના ઘંટેશ્વરમાં એસઆરપી કેમ્પનાં ક્વાટરમાં રહેતા ૩૯ વર્ષના અતુલ ભાઇ પોતાના ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. બેભાન હોવાથી તેમને સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સિવિલ હોસ્પિટલે ડ્યુટી પર હાજર ડોકટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા.

અતુલભાઈના પત્નીએ પણ થોડા દિવસ પહેલા જ ઘરે ગાળો ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું અતુલ ભાઇ અને તેમની પત્નીના લગ્નને ૧૧ વર્ષ થયા હતા અને તેમને સંતાનમાં બે પુત્રી છે. અતુલ ભાઇને તેમની પત્ની સાથે ઈન્સ્ટાગ્રામ માં મેસેજ મોકલવા બાબતે માથાકૂટ થઇ હતી ત્યારે અતુલ ભાઇ પરેડ કરવા ગયા ત્યારે પાછળથી પત્નીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. બે માસૂમ બાળકીઓ એ ૧૫ દિવસના ગાળામાં માતા પિતા બંને ગુમાવ્યા.

વધુમાં વાંચો… છેલ્લા ચારેક માસથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂના બે ગુન્હામા નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ/ફર્લો સ્કોડ પોરબંદર

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા સાહેબ દ્વારા તેમજ પોલીસ અધીક્ષક રવિ મોહનસૈની સાહેબ દ્વારા જીલ્લામા વિધાનસભા ચુંટણી-૨૦૨૨ અન્વયે નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સુચના કરવામાં આવેલ જે અનુસંધાને એલ.સી.બી. પો.ઇન્સ. એચ.કે.શ્રીમાળી સા.ના માર્ગદર્શન હેઠળ પેરોલ/ફર્લો સ્કોડના પો.સબ.ઇન્સ. એચ.એમ.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો તપાસમા હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. પિયુષભાઇ રણમલભાઇ નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે નવીબંદર મરીન પો.સ્ટે. પ્રોહી 8.૬૬(૧)બી,૬૫ઇએફ,૧૧૬(બી),૮૧ (૨) અને પ્રોહી ક. ૬૬(૧)બી,૬૫એએ,૧૧૬(બી).૮૧ મુજબના ગુન્હાઓના કામે છેલ્લા ચારેક માસથી નાશતા ફરતા આરોપી ખીમા જેઠાભાઇ ચાવડા રહે. ખીરસરા ગામવાળો રાણાકંડોરણા ગામે છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુર આરોપી ખીમા જેઠાભાઇ ચાવડા ઉ.વ. ૨૨ રહે. ખીરસરા ગામે મળી આવતા ધોરણસર કાર્યવાહી કરી આગળની તપાસ થવા સારૂં નવીબંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

આ કામગીરી પેરોલ/ફર્લો સ્કોડના PSI એચ.એમ.જાડેજા તથા ASI એચ.કે.પરમાર તથા HC પિયુષભાઇ બોદર તથા પ્રકાશભાઇ નકુમ તથા પિયુષભાઇ સીસોદીયા તથા વજશી ભાઇ વરૂ તથા ઉપેન્દ્રસીહ જાડેજા તથા પો.કોન્સ. જેતમલભાઇ મોઢવાડીયા તથા ડ્રા. પો.કોન્સ. રોહીતભાઇ વસાવા દ્વારા કરવામાં આવેલ છે.

વધુમાં વાંચો… સપનામાં પરિણામ-ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન પૂર્ણ થયા બાદ થી જ ઉમેદવારો ના મન ગણતરીમાં લાગ્યા…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ ના બંને તબક્કા નું મતદાન શાંતિપૂર્ણ માહોલ માં પૂર્ણ થયું છે,ગણતરી ના કલાકોમાં હવે ગુજરાતમાં કંઈ પાર્ટી સત્તા ના શિખર સુધી પહોંચશે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે,મતદાન પૂર્ણ થયા બાદ થી જ વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાની જીત ના દાવા કરવામાં જોતરાઈ ગયા છે,બુથ થી લઇ વિસ્તાર સુધીની બારીકાઈ પૂર્વક ની માહિતી કાર્યકરો પાસેથી ઉમેદવારો માંગી રહ્યા છે અને પોતાનું અંગત રાજકીય ગણિત ગોઠવી હાર-જીત ના દાવાઓ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

કેટલાક ઉમેદવારો ને તો રાત્રે સપનામાં પણ હાર,જીત ના ડ્રશ્યો દેખાતા હોય તે પ્રકારની સ્થિતિ નું સર્જન મતદાન પૂર્ણ થયા બાદ થીજ જે તે ઉમેદવાર ના ચહેરાઓ ઉપર થી અનુમાન લગાવી શકાય તેમ છે,એક તરફ એક્સિટ પોલ પર ચર્ચાઓ જામી છે તો બીજી તરફ રાજકીય પાર્ટીના કાર્યાલયો માં પણ પાર્ટી આટલી બેઠકો જીતે છે,આટલી તો આવશે જ ,આ જગ્યાએ થોડા કાચા પડ્યા,અહીંયા મતદાન સારું છે,પેલા બુથ પર ઓછું છે,આ પ્રકારની ચર્ચાઓ જામી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં કેટલીક બેઠકો ઉપર મતદાન ની ટકાવારી સારી એવી નોંધાઈ છે તો કેટલીક બેઠકો ઉપર ઓછું મતદાન પણ રાજકીય પક્ષોના ગણિત ને મુશ્કેલીઓ સમાન બનાવ્યું છે, તેવામાં હાલ કાર્યકરો થી લઇ ઉમેદવારો અને પાર્ટી હાઇ કમાન્ડ ના નેતાઓ સહિત દેશ ભર ના અનેક લોકો ની નજર ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના પરિણામો ઉપર ચાતક નજરે ગોઠવાઇ હોય તેમ લાગી રહ્યું છે,ત્યારે હવે ગણતરી ના કલાકો બાદ ૮ ડિસેમ્બર ની સવાર કયા પક્ષો માટે જશ્ન અને કયા પક્ષ માટે નિરાશા લાવે છે,તેતો આવનારો સમય જ બતાડી શકે તેમ છે.

વધુમાં વાંચો… રીવાબાએ પતિ સાથે કરી ઉજવણી કહ્યું, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ કહ્યું, આઈ લવ યુ

રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ છે અને વિધાનસભા ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન પણ પૂર્ણ થયું છે ત્યારે રીવાબાએ એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેઓ પતિ સાથે કેક કાપતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાને એક પોસ્ટ શેર કરી આઈ લવ યુ કહી પ્રેમ વ્યક્ત કર્યો હતો. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા સામાજિક સ્તરે ખૂબ જ સક્રિય છે અને આ વખતે તેઓ જામનગરથી ચૂંટણી લડ્યા છે. તેઓ પહેલેથી જ પોતાનો અને ભાજપનો વિજયનો સંકલ્પ વ્યક્ત કરી ચૂક્યા છે.

ગુજરાતના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો આજે એટલે કે, 6 ડિસેમ્બરે જન્મદિવસ છે અને બે દિવસમાં ગુજરાતની ચૂંટણીના પરિણામો આવવાના છે ત્યારે રીવાબા જાડેજાએ ફેસબુક પર એક પોસ્ટ મૂકી છે જેમાં તેણે પોતાના પતિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયા પર પતિ રવિન્દ્ર જાડેજા સાથેની આ ઈમોશનલ પોસ્ટ બર્થ ડે પર મૂકી હતી જેમાં તેમણે તેના પતિને આઈ લવ યુ કહીને ભાવનાત્મક શબ્દોમાં પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને ગઈકાલે જ મતદાન પૂર્ણ થયું છે. ત્યારે રીવાબા જાડેજાએ પણ આ વખતે ચૂંટણીમાં જામનગરથી ઝંપલાવ્યું છે ત્યારે તેઓ અત્યારથી જ ઉજવણી કરી રહ્યા તેમ પણ કહી શકાય છે. રીવાબા પોતે અને તેમના પક્ષના મતદારોએ પણ પ્રથમ તબક્કામાં મતદાન કર્યું હતું. આ વખતે રવિન્દ્ર જાડેજાએ પણટ રીવાબના પક્ષમાં ખૂબ પ્રચાર કર્યો હતો ત્યારે રીવાબાએ રવિન્દ્ર એ તેમના માટે કરેલી મહેનતની ભાવના પણ આ પ્રકારે પોસ્ટ શેર કરી વ્યક્ત કરી હતી.

આ વખતે રીવાબા અને રવિન્દ્રસિંહ જાડેજા વધુ લાઈમ લાઈટમાં રહ્યા છે. સ્ટાર ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિન્દ્રસિંહ જાડેજા ભાજપ માટે વિવિધ જિલ્લાઓમાં પણ જામનગર સિવાય પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here