23 Sep 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષ પોતાની રીતે પ્રચાર કરી રહ્યો છે. આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસની સાથે ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી પણ દરેક સીટ પર ચૂંટણી લડવાની છે. આ માટે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને મનીષ સીસોદીયા ગુજરાતનો સતત પ્રવાસ કરી રહ્યા છે. મનીષ સીસોદીયા હાલ ગુજરાતના 10 દિવસના પ્રવાસ પર છે. દિલ્હીના ઉપમુખ્યામંત્રી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા છે.

આજે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરાને અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મનીષ સીસોદીયાએ કહ્યું હતું કે યોગ્ય સમયે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં આવશે. હાલ મનીષ સીસોદીયા ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. મનીષ સીસોદીયાએ વધુમાં કહ્યું હતું કે ગુજરાતના લોકો પરિવર્તન ઈચ્છે કે અને દિલ્હી, પંજાબમાં અમે જે રીતે વચનો આપ્યા છે તે પુરા કર્યા છે. ભાજપ દ્વારા ખોટા વચનો જ આપ્યા છે રોડ, રસ્તા, હોસ્પિટલ, સ્કૂલ જેવી બાબતોમાં ભાજપે લોલીપોપ આપી છે.

ગુજરાતમાં જે રીતે સરકારી કર્મચારી પોતાની માંગણીઓને લઈને અસંતોષ છે જયારે પંજાબમાં સરકારી કર્મચારીઓના પગારની કોઈ સમસ્યા નથી તેમ તેમણે કહ્યું હતું. આ સાથે કહ્યું કે ગુજરાતમાં કડક રીતે દારૂબંધી હોવી જોઈએ. જો આમ આદમી પાર્ટી આવશે તો ગુજરાતમાં સખત રીતે દારૂબંધી કરવામાં આવશે. ભાજપ પાસે હાલ કોઈ જ મુદ્દો રહ્યો નથી તેથી તે લોકો અરવિંદ કેજરીવાલ તેમજ આમ આદમી પાર્ટીને ગાળો આપે છે.

આમ આદમી પાર્ટીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયાએ ગુજરાતમાં પૂર્ણ બહુમતની સરકારનો દાવો કર્યો હતો. છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ ભાજપ સાથે ભળીને ભાજપની સરકાર રચવા દીધી છે. હવે લોકો પરિવર્તન ઈચ્છે છે. આ સાથે મનીષ સીસોદીયાએ પાટણમાં રેલી કાઢી હતી. નોંધનીય છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખુબ જ પ્રચાર કરી રહી છે.

  • ભાજપના શાસનમાં ગરીબોના ચૂલે તેલનું ટીપુ દોહ્યલુ અને અમીરોની મજાર પર ઘીના દિવા : ધાનાણી

23 Sep 22 : ગઈકાલે વિધાનસભા ગૃહમાં ખાદ્યતેલનાં વધતા ભાવોને અંકુશમાં રાખવા બાબતના પ્રશ્નમાં પૂર્વ વિપક્ષ નાં નેતા પરેશ ભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજયમાં છેલ્લા 27 વર્ષીય ભાજપનાં રાજમાં હવે ગરીબોના ચૂલે મોંઘ વારીનો માર પડી રહ્યો છે. તેલનું ટીપુય દોહૃાલુ અને અમીરોની મજારે ઘીના દિવા થાય તેવી મૂડીવાદી સરકારી વ્યવસ્થા નો ભોગ રાજયના ગરીબ અને મઘ્યમવર્ગીય પરિવારો બની રહૃાાં છે.

સમગ્ર દેશમાં કૃષિ ઉત્પાદનો ઉપર કાળા કરવેરા વસુલવાની ગુજરાતમાં શરૂઆત કરનારી ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી માનસિકતાના કારણે કૃષિ ઉપજના મૂળ ઉત્પાદક એવા ખેડૂતોની તમામ ઉપજો પાણીના ભાવે લૂંટાઈ રહી છે અને બીજી તરફ ગરીબ અને મઘ્યમવર્ગીય ઉપભોકતા એવા ગ્રાહકોએ મોંઘવારીનો માર શું કામે સહન કરવો પડે તેવો વેધક સવાલ ઉઠાવતા ધાનાણીએજણાવેલ કે, આજે ખુલ્લી બજારમાં વેંચાઈ રહેલ વિવિધ તેલીબીયાની જણસોના સરે રાશ મણ દિઠ (20 કિ.ગ્રામ)ના ભાવ મુખ્ય મગફળીનો ભાવ રૂા. 900, કપાસનો ભાવ રૂા. 1500, સરસવનો ભાવ રૂા. ર0ર1, સોયાબીનનો ભાવ રૂા. 943, સૂર્યમુખીનો ભાવ રૂા. 991, એરંડાનો ભાવ રૂા. 1346, તલનો ભાવ રૂા. 2200 સહિત લગભગ તમામ ખેત-ઉપજો ખૂબ નહિવત ભાવે વેચાઈ રહી છે.

એક તરફ પોષણક્ષમ ભાવના અભાવે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને બીજી તરફ નફાખોરી, સંગ્રહખોરી તેમજ કાળા બજારીયાઓની મીલીભગત ઉપર સરકારી નિયંત્રણના અભાવે વિવિધ ખાદ્યતેલના ભાવો આસમાને પહોંચ્યા હોવાનું સરકારે વિધાનસભામાં સહજતાથી સ્વીકાર કરવો તે મોંઘવારીથી પીડાતી રાજયની ગૃહિણીઓના અપમાન સમાન છે.

  • જૂનાગઢની પાંચ વિધાનસભા બેઠકો માટે કોંગ્રેસ માંથી 57 ઉમેદવારોએ ટિકિટ માંગી. પ્રદેશ કોંગ્રેસના નેતા ઓ ચૂંટણીને લઇ ઉમેદવારોની પસંદગી કરવા માટે જુનાગઢ દોડી આવ્યા હતા જુનાગઢ વિધાનસભાની પાંચ બેઠકો માટે કુલ 57 ઉમેદવારોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે.

23 Sep 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને લઈને રાજકીય દર માવો શરૂ થઈ ગયો છે રાજકીય પક્ષો દ્વારા બેઠકો ઉપર ઉમેદવારોની પસંદગી કરવા માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જેમાં જુનાગઢ ખાતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા સેન્સ લેવાતા પાંચ વિધાનસભા બેઠક માટે કુલ 57 ઉમેદવારો સામે આવ્યા હતા ગત ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પૈકી ચાર બેઠક પર કોંગ્રેસે જીત હાંસલ કરી હતી અને થોડા દિવસો બાદ કરી ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવા માટે કવાયતો ચાલી રહી છે.

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના ગઢ ગણાતા જુનાગઢ જિલ્લામાં પ્રદેશ અને રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓએ ટિકિટ માટે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લીધી હતી રાષ્ટ્રીય સ્તરેથી રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા સૌરાષ્ટ્રના જનરલ સેક્રેટરી રામકિશન યોજાયેલ સર્કિટ હાઉસ ખાતે સેન્સ લીધી હતી. જેમાં 5 વિધાનસભા બેઠકમાંથી આગેવાનો અને કાર્યકરો આવ્યા હતા. સેન્સ પૂર્ણ થયા બાદ ટિકિટની માંગણી વિશે વાત કરીએ તો સૌથી વધુ કેશોદ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ માંથી 39 ઉમેદવારો જુનાગઢ વિધાનસભા બેઠક માટે ચાર વિસાવદર બેઠક માટે ચાર માણાવદર માટે પાંચ અને માંગરોળ બેઠક માટે 5 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.