સુરતમાં 75 લાખની રોકડમાં શું કોંગ્રેસનું કનેક્શન? સીસીટીવી આવ્યા બાદ પણ કોંગ્રેસે કહ્યું ભાજપનું કાવતરું

24 Nov 22 : તાજેતરમાં સુરતમાં 75 લાખની રોકડ રકમ જપ્ત કરાતા કોંગ્રેસનું કનેક્શન હોવાના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે સીસીટીવી સામે આવ્યા છે જેમાં સફેદ ઝબ્બો પહેરેલા ભાગતા જોવા મળ્યા હતા તે કોંગ્રેસ નેતા બીએમ સંદીપ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

સુરતમાં કારમાં ઝડપાયેલા આરોપીઓમાંથી ઉદય ગુર્જર કોંગ્રેસ સાથે સંકળાયેલો છે તે કોંગ્રેસના નેતા સાથે પણ જોવા મળ્યા હતા. ગણતરીના કલાકોમાં સીસીટીવી સામે આવ્યા છે જેના પગલે લાખોની રકમનું કનેક્શન કોંગ્રેસ સાથે હોવાની શંકા સેવાઈ રહી છે. કારમાંથી રુપિયા 75 લાખ રુપિયા મળ્યા બાદ ઘટના સ્થળ પાસેના સીસીટીવી સામે આવ્યા હતા. કોંગ્રેસ નેતા બીએમ સંદીપ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ કોંગ્રેસે આ વાતને નકારી કાઢી છે.

સુરતમાં કોંગ્રેસના પ્રવક્તા નૈષધ દેસાઈએ કહ્યું હતું, આ તેમનો વીડીયો નથી. આધાર કાર્ડ મળી આવ્યું છે પરંતુ આ પુરાવો પણ યોગ્ય નથી તેનાથી ગુનેગાર સાબિત ના થઈ શકે. આ કાવતરું છે. ભાજપ દ્વારા આ કાવતરું કરાયું છે. માત્ર આ ફૂંગા મુદ્દા બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, સીસીટીવામાં ચહેરો સ્પષ્ટ દેખાતો નહોતા. આ પૈસા પકડાયા ત્યારે બીએમ સંદીપ સુરતમાં નહોતા એ રાહુલ ગાંધીની સભામાં રોકાયેલા હતા તેમ તેમણે દાવો કર્યો છે. જો કે, બીજી તરફ આ રકમ કોંગ્રેસની હોવાની પણ ચર્ચા અત્યારે ચાલી રહી છે.

વધુમાં વાંચો…ભારત જોડો યાત્રા – રાહુલ ગાંધીને યાત્રામાં મળ્યો બહેન પ્રિયંકાનો સાથ, રોબર્ટ વાડ્રા પણ આવ્યા સાથે

કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રા ગુરુવારે (24 નવેમ્બર) મધ્ય પ્રદેશના બોરગાંવથી શરૂ થઈ હતી. જણાવી દઈએ કે આ યાત્રાનો 78મો દિવસ છે અને આગામી 10 દિવસમાં તે રાજ્યના 7 જિલ્લામાંથી પસાર થશે. ત્યારે આજે આ યાત્રામાં રાહુલ ગાંધીને તેમની બહેન પ્રિયંકા ગાંધીનો પણ સાથ મળ્યો છે.નોંધનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બહેન અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે સવારે ભારત જોડો યાત્રામાં તેમની સાથે જોડાયા. આ દરમિયાન પ્રિયંકા ગાંધીની સાથે તેમના પતિ રોબર્ટ વાડ્રા પણ આજે આ યાત્રા શરુ થયા પછી પહેલીવાર તેમાં જોડાયા હતા. ત્યારે જ કોંગ્રેસ નેતા સચિન પાયલટ અને રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાન વાડ્રા પણ આ યાત્રામાં સામેલ થયા.

ભારત જોડો યાત્રામાં પ્રિયંકા ગાંધીના જોડાવા પર કોંગ્રેસે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો, જેમાં રાહુલ ગાંધી પ્રિયંકાના ખભા પર હાથ રાખતા જોવા મળી રહ્યા છે. આ ફોટો સાથે કોંગ્રેસે કેપ્શનમાં લખ્યું, “મજબૂત હશે પગલાં, જ્યારે આપણે મળીને ચાલીશું. #BharatJodoYatra માં રાહુલ ગાંધીની સાથે ખભે ખભો મળાવીને ચાલવા પહોંચ્યા પ્રિયંકા ગાંધી.”

7 સપ્ટેમ્બરે શરૂ થયેલી આ યાત્રાએ તેનો મહારાષ્ટ્ર તબક્કો પૂર્ણ કર્યો છે અને હવે આ યાત્રા ભાજપ શાસિત મધ્ય પ્રદેશમાં ચાલુ છે. રાહુલ ગાંધી ખરગોન જતા પહેલા સ્વાતંત્ર્ય સેનાની અને આદિવાસી પ્રતિષ્ઠિત તાંતીયા ભીલના જન્મસ્થળની મુલાકાત લેશે.જણાવી દઈએ કે 5 ડિસેમ્બરે ભારત જોડો યાત્રા રાજસ્થાનમાં પ્રવેશ કરશે. આ પહેલા મધ્યપ્રદેશના પાંચ લોકસભા મતવિસ્તારોમાં ભારત જોડો યાત્રા પસાર થશે. જેમાં ખંડવા, ખરગોન, ઈન્દોર, ઉજ્જૈન અને દેવાસનો સમાવેશ થાય છે. નોંધપાત્ર વાત એ છે કે આ તમામ બેઠકો પર ભાજપનો કબજો છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રા તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ અને કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો થઈને મધ્યપ્રદેશ પહોંચી છે.

આ પહેલા બુરહાનપુરમાં લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં ફેલાયેલા ભયના વાતાવરણ વિરુદ્ધ અમે આ યાત્રા શરૂ કરી છે. તેમણે કહ્યું કે વાતાવરણ એવું છે કે આપણી સામે તમામ રસ્તાઓ બંધ થઈ રહ્યા છે, ચૂંટણીનો રસ્તો પણ ખતમ થતો દેખાઈ રહ્યો છે. ન્યાયતંત્રને અંકુશમાં રાખવાનું કામ થઈ રહ્યું છે, આવી સ્થિતિમાં હવે એક જ રસ્તો છે કે રસ્તા પર ઉતરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here