‘MS ધોની જેને સ્પર્શે છે, તે સોનું બની જાય છે’, ‘ચિન્ના થાલા’એ CSK કેપ્ટનના કર્યાં વખાણ

ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ બેટ્સમેન સુરેશ રૈના કે જેઓ ચિન્ના થાલા તરીકે જાણીતા છે, તેમણે એમએસ ધોનીના વખાણ કર્યા છે. રૈનાએ કહ્યું કે, એમએસ ધોની જે પણ સ્પર્શ કરે છે તે સોનામાં ફેરવાઈ જાય છે. એમએસ ધોનીએ પોતાની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સ સામે 15 રને જીત મેળવી ચેન્નાઇ સુપર કિંગ્સને IPL 2023ની ફાઇનલમાં પહોંચાડી છે. ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સીએસકેએ પ્રથમ બેટિંગ કરીને 172/7 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઈટન્સની ટીમ 157 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચ દરમિયાન રૈનાએ કહ્યું હતું કે, ધોનીએ ગુજરાત સામે તેની રણનીતિ સરળ રાખી અને એમ પણ કહ્યું કે, આખો દેશ તેને IPL ટાઈટલ જીતતો જોવા માંગે છે. પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સને હરાવનાર CSKએ રેકોર્ડ 10મી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
સુરેશ રૈનાએ કહ્યું, “જુઓ કેવી રીતે CSK ફાઇનલમાં પહોંચી. 14 સીઝનમાંથી 10 ફાઈનલ. મને લાગે છે કે આ એક અદ્ભુત સિદ્ધિ છે. એમએસ ધોનીએ વસ્તુઓ સરળ રાખી હતી. તે શ્રેયને પાત્ર છે અને ઋતુરાજ ગાયકવાડે મને કહ્યું કે, CSK આ વર્ષે ધોની માટે ખિતાબ જીતવા માંગે છે. સમગ્ર ભારત ધોનીને IPL જીતતા જોવા માંગે છે. તેણે આગળ કહ્યું, “અમે જોયું કે ચેન્નાઈ સુપર કિંગ્સ આ મેદાન પર હરાવવા માટે પડકારરૂપ છે. એમએસ ધોની જે પણ સ્પર્શ કરે છે, તે સોનામાં ફેરવાઈ જાય છે અને તેથી જ તેનું નામ મહેન્દ્ર સિંહ ધોની છે. CSKએ IPL 2023ના લીગ તબક્કામાં પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું હતું.

વધુમાં વાંચો… ચેન્નઈ સુપર કિંગ્સની ફાઈનલ મેચમાં બેન સ્ટોક્સ નહીં હોય, ટીમ માટે મોટો ઝટકો

ધોનીની ટીમ ફાઈનલમાં પહોંચી ચૂકી છે ત્યારે ચેન્નઈને લઈને ફરી મોટી આશા લોકોને છે. ત્યારે ટીમને તેના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી સ્ટોક વિના જ રમવું પડશે. બેન સ્ટોક્સ ફાઇનલ માં ભાગ લેશે નહીં. પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નઈએ ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવીને આ સ્થાન હાંસલ કર્યું છે. ફાઇનલમાં પહોંચ્યા બાદ ચેન્નાઇ સુપર કિંગ્સને મોટો ફટકો લાગ્યો છે. બેન સ્ટોક્સ ઈજાના કારણે ગયા અઠવાડિયે ઈંગ્લેન્ડ પરત ફર્યો હતો. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે બેન સ્ટોક્સ ફાઈનલ મેચ માટે ભારત પરત નહીં ફરે. સીએસકેએ હરાજીમાં બેન સ્ટોક્સ પર મોટી આશા સાથે દાવ લગાવ્યો હતો. બેન સ્ટોક્સને 16.25 કરોડ રૂપિયાની મોટી રકમ ચૂકવીને ખરીદ્યો. પરંતુ આ દાવ ફ્લોપ સાબિત થઈ. બેન સ્ટોક્સે આ સિઝનમાં માત્ર બે મેચમાં ભાગ લીધો હતો. આ બે મેચમાં બેન સ્ટોક્સ બેટથી કંઈ અદભૂત કમાલ દેખાડી શક્યો ન હતો અને તેણે માત્ર 15 રન બનાવ્યા હતા. ઈજાના કારણે પહેલાથી જ સ્પષ્ટ હતું કે બેન સ્ટોક્સ બોલિંગ નહીં કરે.
આઈપીએલમાં કંઈ ખાસ કમાલ નથી બનાવી શક્યો સ્ટોક. છેલ્લા કેટલાક વર્ષોમાં બેન સ્ટોક્સનો IPLમાં ભાગ લેવાનો રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે. ગયા વર્ષે બેન સ્ટોક્સ ખરીદી માટે પણ ઉપલબ્ધ નહોતા. 2021માં સ્ટોક્સે રાજસ્થાન રોયલ્સ માટે માત્ર એક જ મેચ રમી હતી. જે બાદ રાજસ્થાને તેને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. 2020માં પણ બેન સ્ટોક્સ રાજસ્થાન રોયલ્સ માટે માત્ર 8 મેચ રમ્યો હતો. IPLની 6 વર્ષની કારકિર્દીમાં બેન સ્ટોક્સ માત્ર 45 મેચ રમ્યો છે. જોકે બેન સ્ટોક્સ આટલી ઓછી મેચોમાં પણ બે સદી ફટકારવામાં સફળ રહ્યો છે. આ કારણોસર, ટીમો તેને દરેક વખતે હરાજીમાં મોટી રકમ ચૂકવીને ખરીદતી રહી છે.

વધુમાં વાંચો…T20 વર્લ્ડ કપમાં યશસ્વી જયસ્વાલની સાથે રીંકુ સિંહને પણ મળી શકે છે સ્થાન

આ વખતે આઈપીએલ મેચમાં કમાલ કરનારા બે ખેલાડીઓ ચર્ચાનો વિષય તેમના પરફોર્મન્સથી બન્યા છે. યશસ્વી જયસ્વાલને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવું જોઈએ તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે રીંક સિંહને પણ સ્થાન મળે તો નવાઈન નહીં.T20 વર્લ્ડ કપમાં યુવા ટીમને સ્થાન આપવાને લઈને જોર અપાઈ રહ્યું છે. ત્યારે આ ખેલાડીઓ પણ ટીમનો હિસ્સો હોઈ શકે છે. ભારતીય ક્રિકેટ ટીમ માટે T20 ફોર્મેટમાં રોહિત શર્માના ઓપનિંગ સ્થાને જયસ્વાલને ચાન્સ મળી શકે છે. મીડલ ઓર્ડરમાં રીંક સિંહને પણ સ્થાન મળી શકે છે. હરભજનનું માનવું છે કે જ્યારે તમે યુવા ટીમને પ્રમોટ કરી રહ્યા છો તો યશસ્વી જયસ્વાલને તક મળવી જ જોઈએ. એક પ્રશ્નના જવાબમાં હરભજન સિંહે આ વાત કહી હતી, તેમણે કહ્યું હતું કે, યશસ્વી જયસ્વાલ ઘણા ખેલાડીઓ કરતા સારા છે. ગયા વર્ષે વર્લ્ડ કપમાં મળેલી હાર બાદ ટી-20 ફોર્મેટમાં યુવા ટીમ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને રિંકુ સિંહને તક મળવી જ જોઈએ.
હરભજન સિંહે કહ્યું છે કે ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં જ રહેવી જોઈએ. ભૂતપૂર્વ ઓફ સ્પિનરે કહ્યું, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલને ઓપનિંગની જવાબદારી મળવી જોઈએ. આ સાથે ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપવી જોઈએ. આ ખેલાડીઓમાં પોતાને સાબિત કરવાની ક્ષમતા છે. આ સાથે જ યશસ્વી જયસ્વાલને પણ ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જયસ્વાલે આ સિઝનમાં એક સદી અને પાંચ અડધી સદીની મદદથી 625 રન બનાવ્યા હતા અને તે રાજસ્થાન માટે ટોપ સ્કોરર હતો. રિંકુ સિંહે પણ મિડલ ઓર્ડર માટે દમદાર ખેલાડી તરીકે ઉભર્યો છે. અત્યાર સુધી હાર્દિક પંડ્યાને BCCI દ્વારા T20 ફોર્મેટના નિયમિત કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ જીટીમાં પ્રથમ વખત ટીમને જીત અપાવવામાં તેમજ ટીમને આગળ મજબૂતાઈથી વધારવામાં કેપ્ટનશિપના વખાણ પણ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here