28 Aug 22 : PM મોદી કચ્છની મુલાકાતે આજે કરી હતી જ્યાં રોડ શો કરી ત્યાંના લોકોને સંબોધન કર્યું હતું.

PM મોદીએ કહ્યું કે, કેટલાક લોકોને જે રણ દેખાતુ હતું તે રણમાં મને ભારતનું તોરણ દેખાઇ રહ્યુ છે. 15 ઓગષ્ટે દેશવાસીઓને જણાવ્યું હતું કે, 2047માં ભારત વિકસીત દેશ બનશે. ભૂંકપ પછી કચ્છમાં જે કામ થયુ તે અકલ્પનીય છે.નવી કોલેજોની સ્થાપના થઇ, નવી શાળાઓ – આધુનિક હોસ્પિટલો બનાવવામાં આવી છે. કહેવત છે કે મહેનતનુ ફળ મીઠું હોય કચ્છે આ કહેવતને સાચી સાબીત કરી બતાવી છે.
ફળ ઉત્પાદનના મામલે કચ્છ આજે ગુજરાતનું નંબર વન જિલ્લો બન્યું છે. 20 વર્ષમાં કચ્છમાં દૂધનું ઉત્પાદન ત્રણ ગુણાથી વઘી ગયુ છું. કચ્છે – ગુજરાતે તેમની વિરાસતને સંપુર્ણ ગૌરવ સાથે જાળવી રાખવાનું ઉદાહરણ દેશ સામે રાખ્યું છે. આજે ન માત્ર ગુજરાત પરુંત દેશ અને દુનિયા માં ચર્ચાઓ થઇ રહી છે કે જેણે કચ્છ નથી જોયુ તેને કશું નથી જોયું.  2047 માં ભારત વિકસીત દેશ બનશે, ભૂંકપ પછી કચ્છમાં જે કામ થયુ તે અકલ્પનીય છે.નવી કોલેજોની સ્થાપના થઇ,નવી શાળાઓ બનાવવામાં આવી,આધુનિક હોસ્પિટલો બનાવવામાં આવી છે.
કચ્છ-ભૂજ-માંડવી 143 કિ.મી લાંબી બ્રાન્ચ કેનાલની ભેટ આજે ગુજરાતને મળી છે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદીએ ભુજમાં 4,400 કરોડના વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાના છે. સાથો સાથ 470 એકર વિસ્તારમાં બનાવવામાં આવેલા સ્મૃતિવનનું ઉદધાટ કર્યું હતું. જેમાં 1745 કરોડના ખર્ચે બનેલ કચ્છ નહેરનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, કચ્છ માટે આજે સ્મૃતિ અને સમૃદ્ધીનો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એક વર્ષમાં ગુજરાતને આશરે 47 હજાર કરોડ રૂપિયાથી વધુ વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી છે. આજે આ રકમના દસ ટકા એટલેકે 47 કરોડ રૂપિયા ના વિકાસના કામોની ભેટ એકલા કચ્છને આપી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે થયેલા વિવિધ વિકાસલક્ષી કામોથી કચ્છનો વિકાસ વેગવંતો બનશે.
કચ્છવાસીઓને નર્મદાનું જળ આપવાનું વચન પણ પુર્ણ કર્યુ છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કરોડા રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ કચ્છ-ભૂજ-માંડવી 143 કિ.મી લાંબી બ્રાન્ચ કેનાલની ભેટ આજે ગુજરાતને મળી છે.
આ કાર્યક્રમમાં ગુજરાત વિઘાનસભાના અઘ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય,રાજયના મંત્રીઓ કિર્તિસિંહ વાઘેલા,જીતુભાઇ ચૌધરી,સાંસદ વિનોદભાઇ ચાવડા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન, ધારાસભ્યશ્રીઓ વાસણભાઇ આહિર,શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, તેમજ પાર્ટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદીએ ભુજમાં 4,400 કરોડના વિકાસકાર્યોનો શિલાન્યાસ કર્યો છે ત્યારે આ નિમિત્તે કચ્છ માં CM એ પણ વિરોધીઓ પર પ્રહારો કર્યા હતા.
વિરોધપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે આપણે એ પણ યાદ કરવું જોઇએ કે એવા કોણ લોકો હતા કે જેમણે પાંચ-પાંચ દાયકા સુઘી કચ્છને નર્મદાના પાણીથી વંચીત રાખ્યા,તરસ્યુ રાખ્યું,સુકુ ભટ્ટ રાખ્યુ હતું. આપણે બઘા જાણીએ છીએ કે વિરોઘ કરવા વાળા અર્બન નકસલવાદીઓ કોણ હતા. આ લોકોએ ગુજરાતને અને કચ્છને વિકાસથી વંચીત રાખવાના પ્રયત્ન કર્યા જેમાં એક નામ છે મેધા પાટકર. સૌ જાણે છે કે મેઘા પાટકર જેવા વ્યક્તિ કઇ પાર્ટી સાથે જોડાયેલા છે, કોણે તેમણે સાંસદની ચૂંટણી લડવાની ટીકિટ આપી હતી.
ગુજરાતના ભોળી જનતાને ભ્રમીત કરવાના પ્રયાસ કર્યા પરંતુ ગુજરાતની શાણી અને ખમીરવંતી પ્રજાએ આવા લોકોના મનસુબા ફાવા દિધા નથી. ડબલ એન્જિનની સરકારથી રાજયમાં વિકાસના કામોએ ગતી પકડી છે. કચ્છવાસીઓને પણ ડબલ એન્જિનની સરકારનો ડબલ લાભ મળતો થયો છે. રીન્યુએબલ એનર્જી પાર્ક કચ્છમાં બની રહ્યો છે. રિન્યુએબલ એનર્જીની બાબતમાં કચ્છ માત્ર ગુજરાત જ નહી ભારતનું સૌથી મોટુ ઉત્પાદન કેન્દ્ર બનશે તેમ ભુપેન્દ્રભાઇ પટેલ એ કહ્યું હતું.