
03 May 23 : ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે ઘણા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. પ્લેટફોર્મ પરથી માર્ચ મહિનાનો યુઝર સેફ્ટી રિપોર્ટ આવ્યો છે. જેમાં માર્ચ મહિનામાં પ્રતિબંધિત વોટ્સએપ એકાઉન્ટ્સ, યુઝર્સની ફરિયાદો, ફરિયાદો પર લેવાયેલી કાર્યવાહી અને અન્ય માહિતીનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર વોટ્સએપે માર્ચ મહિનામાં 47 લાખથી વધુ એકાઉન્ટને પ્રતિબંધિત કર્યા છે. આ સંખ્યા ફેબ્રુઆરી કરતાં વધુ છે. અગાઉ ફેબ્રુઆરી મહિનામાં 45 લાખ,જાન્યુઆરીમાં 29 લાખ અને ગયા વર્ષે ડિસેમ્બરમાં 37 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પ્લેટફોર્મે માહિતી આપી છે કે તેઓ નવી ફરિયાદ સમિતિ દ્વારા આપવામાં આવેલા ત્રણ નવા આદેશોનું પણ પાલન કરી રહ્યા છે. નવા નિયમો હેઠળ એકાઉન્ટ પર પ્રતિબંધ. વાસ્તવમાં, નવા IT નિયમ હેઠળ, WhatsApp દર મહિને યુઝર્સની સિક્યોરિટી અહેવાલ જાહેર કરે છે. આ રિપોર્ટમાં યુઝર્સની સિક્યોરિટી અને સિક્યોરિટી માટે લેવામાં આવેલા તમામ સ્ટેપ્સની માહિતી છે. વોટ્સએપના પ્રવક્તાએ જણાવ્યું કે, ‘તાજેતરના માસિક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વોટ્સએપે માર્ચમાં 47 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.’
ભારતીય નંબરોને +91 કોડ દ્વારા ઓળખવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, ‘1 માર્ચ, 2023થી 31 માર્ચ, 2023 વચ્ચે કુલ 4,715,906 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમાંથી 1,659,385 એકાઉન્ટને કોઈપણ યુઝરની ફરિયાદ પહેલા પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે. દર મહિને રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. લેટેસ્ટ સેફ્ટી રિપોર્ટ અનુસાર માર્ચ મહિનામાં 4720 ફરિયાદના રિપોર્ટ મળ્યા છે અને 585 એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરવામાં આવી છે. વાસ્તવમાં, નવા IT નિયમો હેઠળ, 5 મિલિયનથી વધુ યુઝર્સ ધરાવતા કોઈપણ સોશિયલ પ્લેટફોર્મને જાહેર અનુપાલન અહેવાલ જાહેર કરવો પડશે. આ રિપોર્ટમાં યુઝર્સની ફરિયાદ અને તેના પર કરવામાં આવેલા સ્ટેપની માહિતી આપવામાં આવી છે. કેટલાક સમય થી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી માહિતી ફેલાવવા, ફેક ન્યૂઝ ફેલાવવા અને હેટ સ્પિચ જેવા કંન્ટેન્ટમાં વધારો થયો છે. આ માટે આઈટી નિયમોમાં ફરિયાદ અધિકારી અને સમિતિનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વધુમાં વાંચો… ડમીકાંડમાં વધુ એક મોટો ઘટસ્ફોટ, દહેગામમાં જમીન ખરીદી માટે રૂ. 6 લાખ મોકલતા યુવરાજસિંહના સસરા CCTVમાં કેદ!

ભાવનગરના ડમીકાંડ અને તોડકાંડ મામલે સતત નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે વધુ એક નવો ઘટસ્ફોટ થયો છે. મીડિયા અહેવાલ મુજબ,વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે દહેગામ માં જમીન ખરીદી તેના 6 લાખ રૂપિયા યુવરાજસિંહના સસરાએ ભાવનગરની એક આંગડિયા પેઢીથી દહેગામ મોકલ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ SITની ટીમને હાથે લાગ્યા છે. જણાવી દઈએ કે, ભાવનગરના તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે તેમને જેલ હવાલે કર્યા છે. ત્યારે આ કેસમાં અત્યાર સુધી યુવરાજસિંહના બે સાળા સહિત કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે વધુ એક નવો ઘટસ્ટોફ થયો છે. SITની ટીમને એક સીસીટીવી ફૂટેજ હાથે લાગ્યા છે. મીડિયા અહેવાલ મુજબ, ગાંધી નગરના દેહગામમાં જમીન ખરીદી હોવાથી તેના 6 લાખ રૂપિયા યુવરાજસિંહના સસરાએ 7 એપ્રિલના રોજ ભાવનગરની પી.એમ.આંગડિયા પેઢી મારફતે દહેગામ મોકલ્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ એસઆઈટીના હાથે લાગ્યા છે.
અત્યાર સુધી કુલ 84 લાખ 50 હજાર રૂપિયા રિકવર કર્યા. પોલીસના જણાવ્યા મુજબ, તોડકાંડ મામલે યુવરાજસિંહે આ રૂપિયા દહેગામમાં ખરીદેલી મિલકત માટે તેના કહેવાથી તેના સસરાએ મોકલ્યા હતા. આ મામલે પોલીસે યુવરાજસિંહ અને તેના માણસો પાસેથી અત્યાર સુધીમાં કુલ 84 લાખ 50 હજાર રૂપિયા રિકવર કર્યા છે. 1 કરોડ રૂપિયાની ખંડણીની ફરિયાદ બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને કાર્યવાહી કરી સૌથી પહેલા આ કેસમાં યુવરાજસિંહના સાળા કાનભા અને તેના મિત્રના ઘરેથી 38 લાખ રૂપિયા SIT દ્વારા રિકવર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ યુવરાજસિંહના બીજા સાલા શિવુભાના એક મિત્ર પાસેથી રૂ. 25.50 લાખ અને આરોપી ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદી પાસેથી રૂ. 5-5 લાખ રિકવર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, તોડકાંડ મામલે શિવુભા ગોહિલ 25 એપ્રિલના રોજ પોલીસ સમક્ષ હાજર થયો હતો. ભાવનગર પોલીસે તેની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી કરી પૂછપરછ હાથ ધરી હતી.