મોરબી બ્રિજ અકસ્માત માટે જવાબદાર કોણ? સૌથી વધુ જવાબદાર રાજ્ય સરકાર, સર્વેમાં ચોંકાવનારા ખુલાસા

06 Nov 22 : મોરબીમાં મચ્છુ નદી પરના ઝૂલતા પર દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માતમાં ચોંકાવનારી વાત એ હતી કે આ પુલ છેલ્લા 7 મહિનાથી બંધ હતો. તેનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું. સમારકામ બાદ થોડા દિવસો પહેલા પુલને સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે બાદ રવિવારે સાંજે પુલ ધરાશાયી થયો હતો. આ પછી, ગુજરાત વહીવટીતંત્ર અને મોરબી બ્રિજનું સંચાલન સંભાળતી ઓરેવા કંપની શંકાના દાયરામાં આવી છે. બાદમાં કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પુલના સમારકામ માટે જે લોકોને રાખવામાં આવ્યા હતા તેઓ અસમર્થ હતા. તેઓએ બ્રિજના ગ્રાઉન્ડનું સમારકામ કર્યું પરંતુ તેનો કેબલ બદલવામાં આવ્યા ન હતા જેથી કેબલ પુલ પર જતા લોકોનું વજન સહન કરી શક્યો ન હતો અને પુલ ધરાશાયી થયો હતો.

સર્વેમાં ચોંકાવનારા ખુલાસા : આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે કોની બેદરકારીના કારણે આ અકસ્માત થયો છે. આ અંગે એક સર્વે હાથ ધર્યો છે. જેમાં બ્રિજ દુર્ઘટના સંદર્ભે સામાન્ય જનતાને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, સર્વેમાં લોકોએ ચોંકાવનારા જવાબો આપ્યા છે. આ પ્રશ્નના જવાબમાં લગભગ 40 ટકા લોકોએ કહ્યું કે આ માટે રાજ્ય સરકાર જવાબદાર છે, 34 ટકા લોકોએ કહ્યું કે આ માટે સ્થાનિક વહીવટીતંત્ર જવાબદાર છે, 17 ટકા લોકોએ કહ્યું કે રિપેરિંગ કંપની જવાબદાર છે અને 09 ટકા લોકોએ કહ્યું કે કે આ માટે સામાન્ય જનતા જ જવાબદાર છે.

રાજ્ય સરકાર – 40 ટકા
સ્થાનિક વહીવટ – 34 ટકા
કંપની – 17 ટકા
સામાન્ય જનતા – 09 ટકા

અકસ્માતની શું અસર થશે તે 8 ડિસેમ્બરે ખબર પડશે : ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને મોરબીમાં થયેલા આ અકસ્માતની આ ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણી પર શું અસર પડશે. આ મામલો લોકોમાં સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તામાં છે અને આ વખતે દિલ્હી અને પંજાબમાં ભારે બહુમતી સાથે સરકાર બનાવનાર આમ આદમી પાર્ટી પણ હરીફાઈમાં ભાગ લઈ રહી છે. આવી સ્થિતિમાં આ વખતે કોંગ્રેસ સિવાય ભાજપને આમ આદમી પાર્ટી તરફથી પણ સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ અકસ્માતે ચૂંટણી પર કેટલી અસર કરી છે તે તો 8મી ડિસેમ્બરે પરિણામના દિવસે જ ખબર પડશે.

વધુમાં વાંચો… ગુજરાત ઈલેક્શન 2022 : ભારતીય ટ્રાયબલ પાર્ટીએ જાહેર કર્યા ઉમેદવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની જાહેરાત કરવા લાગ્યા છે. આ અગાઉ આમ આદમી પાર્ટીએ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી ત્યારે હવે ભારતીય ટ્રાયબલ પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પોતાના 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા 2022ની ચૂંટણી માટે પોતાની પ્રથમ યાદી બહાર પાડી છે.

ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ હજુ સુધી છોટુ વસાવા અને મહેશ વસાવાના નામની જાહેરાત કરી નથી. આ અંગે હજુપણ સંસપેન્સ અકબંધ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષો પોતાના નામની જાહેરાત કરી રહ્યા છે જો કે હજુ સુધી સત્તા પક્ષ તરફથી કોઈ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી.

BPT પાર્ટીના ઉમેદવારોનું લિસ્ટ

ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ દરેક વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લાડવા જઈ રહી છે ત્યારે રાજકીય સમીકરણો બદલાઈ જશે. ગુજરાતમાં બીજા અન્ય પ્રાદેશિક પક્ષો પણ પોતાના ઉમેદવારો જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સત્તાવાર ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ભારતીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે અને ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં બે તબબકામાં ચૂંટણી યોજાશે. ડિસેમ્બરની પહેલી તારીખે અને પાંચમી તારીખે મતદાન થશે તેમજ 8મી તારીખે ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here