
02 Nov 22 : શુક્રવારે આમ આદમી પાર્ટી દ્વારા સીએમ પદનો ચહેરો જાહેર કરવામાં આવશે. ત્યારે આપમાંથી કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈને અસમંજસ છે પરંતુ આપ પાર્ટીએ આખો દારોમદાર લોકો પણ છોડ્યો છે. આપ પાર્ટી દ્વારા એક નંબર પણ જારી કરવામાં આવ્યો હતો. મિશન 2022 માટે આમ આદમી પાર્ટી લોકોનો અભિપ્રાય લેશે. મુખ્યમંત્રીનો ચહેરો બહાર લાવવા લોકોના સૂચનો જાણવામાં આવશે. સૂચનો જાણ્યા બાદ આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરશે. આપ પાર્ટીમાં ગુજરાતમાં મોટો ચહેરાઓ બે જ છે એક ઈસુદાન ગઢવી અને બીજું ગોપાલ ઈટાલિયા જો કે, આ બન્નેમાંથી પસંદગી આપ પાર્ટી ઉતારી શકે છે પરંતુ આમ આદમી પાર્ટીએ આ તમામ દામોદાર જનતા પર છોડ્યો છે. પંજાબની જેમ લોકોનો મંતવ્યો લઈને આપ પાર્ટી પણ પસંદગી ઉતારશે.
ઈસુદાન ગઢવી : ઈસુદાન ગઢવીના ચાન્સ વધુ કહી શકાય છે. કેમ કે, સ્વચ્છ ચહેરો છે વધુ વિવાદમાં ઉતરતા નથી. ટીવી ચેનલના પત્રકાર તરીકે ઉભરી આવ્યા અને તેઓ ઘરે ઘરે લોકપ્રિય બન્યા. ત્યાર બાદ તેમને રાજનિતી તરફ રુખ કર્યો અને તેઓ આપમાં જોડાયા. અત્યારે ગુજરાતમાં તેઓ આપનો મોટો ચહેરો ગણાય છે. સતત તેઓ ભરતી, યુવાઓના પ્રશ્નો, ખેડૂતો આ તમામ મામલે સરકાર સામે વિરોધ કરતા રહે છે. આ ઉપરાંત આપ પાર્ટી જે રીતે ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવી રહી છે. તે જ રીતે ઈસુદાન પણ પ્રથમ વખત રાજનિતીમાં જોડાશે.
ગોપાલ ઈટાલિયા : આપ પાર્ટીના આક્રમક નેતા અને હંમેશા કોઈના કોઈ કારણોસર લાઈમ લાઈટમાં રહેતા ગોપાલ ઈટાલિયા પણ આપના ગુજરાતના મોટા નેતા માનવામાં આવે છે. પોલીસમાંથી રાજનિતીમાં આવેલા ગોપાલ ઈટાલિયા તાજેતરમાં વીડીયોને લઈને વધુ લાઈમ લાઈટમાં રહ્યા હતા. આ ઉપરાંત પીએમ સામેના વીડિયોને લઈને વિવાદ પણ થયો હતો. જો કે, ભાજપ પર સતત આકરા પ્રહાર પણ તેઓ કરતા રહ્યા છે.
વધુમાં વાંચો… શંકરસિંહ વાઘેલાએ આપ્યું મહત્વનું નિવેદન- કોંગ્રેસમાં જોડાવાનો પૂરેપુરો છે આ સંકેત
શંકરસિંહ વાધેલા એ આજે જાહેર મંચ પરથી કોંગ્રેસ માટે મતો માંગ્યા હતા. જેથી આ સંકેત તેમના કોંગ્રેસમાં જોડાવવાનો સંકેત આપી રહ્યા છે. તાજેતરમાં જ શંકરસિંહ વાઘેલાના પૂત્ર મહેન્દ્રસિંગ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
ઘર વાપસીના એંધાણ આ નિવેદનથી સ્પષ્ટ થઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, આંદોલન કરવાવાળા મિત્રોને કહું છું કે, હું કોંગ્રેસમાં હોઉં કે ના હોઉં કોંગ્રેસના પંજાને મત આપજો. 25 વર્ષ બાદ પરીવર્તનનો આ સંદેશો છે. આ સરકાર પર પૂર્ણ વિરામ મૂકો નહીંતર પૂરું થઈ જશે. તેમ શંકરસિંહ વાઘેલાએ આજે એક જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હતું. શંકરસિંહ વાઘેલાના ઘર વાપસી કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. થોડા દિવસ પહેલા જ શંકરસિંહે મહત્વની બેઠક કોંગ્રેસના પ્રદેશ નેતા સાથે કરી હતી. શંકરસિંહની કોંગ્રેસમાં જોડાવવાની વાતે મહેન્દ્રસિંહના જોડાયા બાદ જોર પકડ્યું છે. ત્યારે આ નિવેદન બાદ આ વાત વધુ સ્પષ્ટ થતી હોય તેમ અંદાજ લગાવી શકાય છે. વનવગડો ખાતે શંકરસિંહ સાથે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ મહત્વની બેઠક અગાઉ કરી હતી
વધુમાં વાંચો… ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા પ્રભાતસિંહે આ વિસ્તારમાંથી કરી ટિકિટની માંગણી
ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા પ્રભાતસિંહે ગોધરાથી ટિકિટની માંગણી કરી છે. ગઈકાલે જ તેઓ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. તેમને આજે ગોધરાથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની રાજનિતી જોવા મળી રહી છે ત્યારે ભાજપમાંથી અસંતુષ્ટ નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તો કોંગ્રેસમાંથી અસંતોષ્ટ અનુભવતા નેતાઓ ભાજમાં જોડાઈ રહ્યા છે. પ્રભાતસિંહ પણ ભાજપથી નારાજ થઈને કોંગ્રેસમાં જોડાયા છે. આ સાથે તેમણે મીડીયા સમક્ષ એ પણ જણાવ્યું હતું કે, પરીવારના સભ્યો જે ભાજપમાં છે તેમની સાથે ચર્ચા કરીને કોંગ્રેસમાં તેમને લાવવાનો પ્રયત્ન હું કરીશ. તેવું પણ તેમણે કહ્યું હતું. ખાસ કરીને ગઈકાલે પ્રભાતસિંહ ભાજપમાં જોડાતા, ભાજપમાં સૌથી મોટું ભંગાણ પંચમહાલ મધ્ય ગુજરાતમાં કહી શકાય છે. પ્રભાતસિંહ એ પૂર્વ સાંસદ ભાજપમાંથી રહી ચૂક્યા છે. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય તેમજ સાસંદ પ્રભાતસિંહ રહી ચૂક્યા છે. ત્યારે ગઈકાલે જ તેઓ ભાજપને અલવિંદા કહી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી પર સ્ક્રીનિંગ કમિટીની બેઠક આજે મળી રહી છે. આ બીજીવાર બેઠક સ્ક્રિનિંગ કમિટીની મળીછે. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર 98 બેઠકો પર ઉમેદવારોના નામો નક્કી છે. કોંગ્રેસે ઉમેદવારોને પહેલાથી જ કહી દેવામાં આવ્યું છે.