કચ્છમાં શા માટે ભાજપના નેતાઓને સ્થળ છોડીને ભાગવું પડ્યું ?

21 Sep 22 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષ મતદારોને રીઝવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યો છે અને એક પછી એક નાના મોટા કાર્યક્રમ કરી રહ્યો છે. ગુજરાતમાં ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને જોરદાર તૈયારી કરી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહ મંત્રી અમિતશાહ સહીતના કેન્દ્રીય નેતાઓ તેમજ રાજ્યના મોટા નેતાઓ ગુજરાતમાં રેલી કાઢી, સભા ભરીને તેમજ વિવિધ રીતે ચૂંટણી પ્રચાર કરી રહી છે.

ગુજરાતમાં અનેક કાર્યક્રમમાંથી આજે એક કાર્યક્રમ કચ્છના માંડવી તાલુકાના લાયાજા ગમે ભાજપની નામ પંચાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે આ આયોજનનો સ્થાનિક લોકો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. આ કારણે ત્યાં સ્થળે આવેલા ભાજપના નેતાઓને સ્થળ છોડીને ભાગવું પડ્યું હતું.

આ મામલે હાજર ખેડૂતોએ કહ્યું હતું કે આ પ્રકારનો વિરોધ ગાંધીનગરમાં બેઠેલી સરકાર સુધી નહીં પહોંચે ત્યાં સુધી દરેક ગામમાં વિરોધ કરવામાં આવશે. આ સમગ્ર મામલાનો વિડિઓ પણ વાઇરલ થયો હતો જેમાં લોકો ભાગો ભાગો કહેતા સાંભળવા મળી રહ્યા છે. લોકોએ હોબાળો મચાવતા સ્ટેજ પરથી શાંત રહેવાની અપીલ કરી હતી જો કે લોકોનો ગુસ્સો સાતમા આસમાને હતો.

આ મામલામાં એક વ્યક્તિને ભાજપના નેતા દ્વારા વિડિઓ કેમ ઉતાર્યો તેમ કહેતા ત્યાં હાજર રહેલા લોક અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ ગઈ હતી અને ત્યારબાદ નાસભાગ થઇ ગઈ હતી.

  • રાજકોટની મધ્યસ્થ જેલમાં આરોપીએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત – અપહરણના ગુનામાં હતો કેદ

21 Sep 22 : રાજકોટમાં દિવસેને દિવસે આત્મહત્યાના બનાવો વધતા જઈ રહ્યા છે. ત્યારે રાજકોટની જેલમાં કેદ આરોપીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. ગુનેગાર અપહરણનાં ગુનામાં જેલની સજા ભોગવી રહ્યો હતો. પોપટ પરામાં આવેલી મધ્યસ્થ જેલના બેરેકમાં આવેલા બાથરૂમમાં અપરના ગુનામાં સંડોવાયેલા આરોપીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા જેલ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે તો બીજી તરફ મૃતકના પરિવારજનોએ પોક બનનાર સગીરા સહિત તેના પિતા સામે ગુનો નોંધવા માટે માંગ ઉઠાવી છે.

અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ પોપટપરામાં આવેલી સેન્ટ્રલ જેલમાં યાર્ડ નંબર ત્રણના બેરેક નં.2 માં આવેલા બાથરૂમમાં અપરણના ગુનામાં સંડોવાયેલા આરોપી દિપક દિનેશ ચારોલીયા (ઉ.વ.૧૯) એ ગળાફાંસો કાંઇ આપઘાત કરી લેતા જેલ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જેલ તંત્ર દ્વારા એને ફોરેન્સિક પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રદ્યુમન પોલીસ સ્ટેશનના સ્ટાફે ઘટનાની નોંધ કરી આગળની કાર્ય વાહી હાથ ધરી છે. આ અંગે મળતી વધુ વિગત મુજબ દિપક ચારોલીયાને સગીરાના ગુનામાં રાજકોટની મધ્યસ્થ જેલમાં યાર્ડ નંબર ત્રણ ના બેરેક નંબર 2માં રાખવામાં આવ્યો હતો. જ્યાં વહેલી સવારે તેણે ગળાફાંસો ખાય આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે મૃતક દિનેશ ચારોલિયાના પરિવારજનોએ ભોગ બનનાર સગીરા સહિત તેના પિતા અને અન્ય પરિવારજનો પર આક્ષેપો કર્યા હતા અને ખોટી ફરિયાદમાં પોતાના પુત્રને ફસાવી દીધા બાદ જ તેણે આપઘાત કર્યાનું જણાવ્યું હતું આ સાથે મૃતક દિનેશ ચારોલીયાના પરિવારજનોએ સગીરા ને તેના પિતા સહિતના શખ્સો સામે ગુનો નોંધવા માટે માંગણી ઉઠાવી છે.