
તુર્કીથી ભારત આવેલા કુમારી બેંગિસુ સુસારે અમદાવાદ જિલ્લાની રોપડા પ્રાથમિક શાળાની પસંદગી કરી છે. એટલું જ નહીં, બેંગિસુ સુસાર પાંચ દિવસ સુધી રોપડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભણાવશે.
આપણે જાણીએ છીએ કે પરીવર્તન સંસારનો નિયમ છે. એક જમાનો હતો કે જ્યારે ગુરુકુળ અથવા વિદ્યાપીઠોમાં ગુરુ-શિષ્ય પરંપરા અનુસાર અધ્યયન અને અધ્યાપન થતું. સમયાનુસાર તે ઉત્તમ પધ્ધતિ હતી પણ સમયના બદલાવ સાથે રીત બદલાતી ગઇ છે. આજે વિશ્વ બદલાઈ રહ્યું છે, આજના વિશ્વમાં ઓનલાઇ શિક્ષણ અથવા કહો કે ઇન્ટરનેટથી શિક્ષણ ખૂબ વ્યાપક બનતું જઇ રહ્યું છે અને તેને આપણે અપનાવી પણ રહ્યા છીએ. આજે ડિજિટલ સાક્ષરતા પણ મહત્વનું બની ગયું છે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ડિજિટલ સાક્ષરતાને ખુબ મહત્વ આપીને ઘણી યોજનાઓ અને પ્રોજેક્ટ શહેર અને ગ્રામિણ લેવલ પર શરૂ કર્યા છે. ભારતમાં સતત વધી રહેલા ડિજિટલ સાક્ષરતાનું મહત્વ સમજવા અને તેનો વ્યાપક બાળકો સુધી વધુમાં વધુ પહોંચાડવા માટે ડિજિટલ સાક્ષરતા પ્રોજેક્ટ અંતર્ગત તુર્કીથી ભારત આવેલા કુમારી બેંગિસુ સુસારે અમદાવાદ જિલ્લાની રોપડા પ્રાથમિક શાળાની પસંદગી કરી છે. એટલું જ નહીં, બેંગિસુ સુસાર પાંચ દિવસ સુધી રોપડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભણાવશે.
આ અંગે વાત કરતા તુર્કીથી આવેલા કુમારી બેંગિસુ સુસાર કહે છે કે, હું અત્યારે તુર્કીમાં બાયોમેડિકલ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરું છું. મારા ડિજિટલ લિટરસી પ્રોજેક્ટ અંત ર્ગત હું ભારતમાં આવી છું. મારા આ પ્રોજેક્ટ અંતર્ગત મેં પ્રથમ દેશ તરીકે ભારતની પસંદગી કરી છે. મેં જ્યાં સુધી રિચર્સ કર્યું છે ત્યાં સુધી મને ખ્યાલ છે કે ભારતમાં ડિજિટલ લિટરસીનો વ્યાપ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. ભારત સરકાર પણ ડિજિટલ સાક્ષરતાને લઇ ખૂબ જ પ્રાધાન્ય આપી રહી છે. એટલું જ નહીં, ભારતમાં ડિજિટલ લિટરસીને લઇને અનેક તકોનું નિર્માણ પણ થઇ રહ્યું છે. હું ભારત શહેરના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથે કામ કરવાને લઇને ઉત્સાહીત છું. કુમારી બેંગિસુ સુસારે વધુમાં કહ્યું કે, મેં મારા પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ જિલ્લાની રોપડા ગામની પ્રાથમિક શાળાની પસંદગી કરી છે. હાલમાં હું ગ્રામ્ય કક્ષાના બાળકોને ડિજિટલ સાધનોનો ઉપયોગ વિશે સમજાવી રહી છું તેમજ વિવિધ પ્રવૃતિઓ સાથે-સાથે નાટક પ્રવૃત્તિ દ્વારા બાળકોની ભાવનાત્મક અને શારીરિક જાગૃતિના વિકાસનું મહત્વ સમજાવી રહી છું.
હું આ શાળામાં આવીને આશ્વર્યચકિત થઇ ગઇ કેમ કે આ શાળામાં ભવિષ્યની યોજનાઓને લઇને પોતાની તમામ સુવિધાઓ અપડેટ કરેલી છે. આ શાળામાં બાળકોને ડિજીટલ પ્લેટ ફોર્મ થકી એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે, જે ખરેખર સહારનીય છે. હું રોપડા શાળા પરિષરની હકારાત્મક ઊર્જા તેમજ બાળકો અને શિક્ષકોથી ખૂબ પ્રભાવિત થઇ છું. આ સાથે-સાથે ભારતના ગ્રામ્ય વિસ્તારની રહેણી કરણી, ખેતરો-લીલોતરી અને વિકાસ જોઈને પણ અભિભૂત થઇ છું એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
બેંગિસુ સુસારે કહ્યું કે, ડિજિટલ લિટરસી ક્ષેત્રમાં કાર્ય કરવા માટે હું ૧૭ જુલાઇથી ભારતમાં આવી છું અને ૨ સપ્ટેમ્બર સુધી ભારતમાં આ પ્રોજેક્ટ પર કામ કરવાની છું. મેં અત્યાર સુધીમાં વારાણસીના બનારસ, રાજસ્થાન તેમજ હવે હું ગુજરાતની મુલાકાત પર લઇ રહી છું. ભારતના દેશના લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે એમ કહી તેઓને પોતાના દેશના લોકો સાથે સરખામણી કરી ભારત દેશના લોકોને સ-વિશેષ પણ ગણાવ્યા હતા. આ અંગે વાત કરતા રોપડા પ્રાથમિક સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી નિશીથ આચાર્ય કહે છે કે, અમારી સ્કૂલમાં શિક્ષણ અને સહ-અભ્યાસી પ્રવતિની સાથે રમતા રમતા શિખીએ માધ્યમ થકી ઘણી એવી પ્રવૃતિઓ બાળકો સાથે કરવામાં આવી છે, જેનો બાળકોએ ખુબ સારો એવો લાભ લીધો છે. એટલું જ નહીં, તેનાથી બાળકોમાં ઉત્તરોતર પ્રગતિ થતી પણ જોવા મળી છે. તાજેતરમાં જ અમારી શાળામાં તુર્કીથી બેંગિસુ સુસાર મુલાકાત લેવા માટે આવ્યા છે.
નિશીથ આચાર્યએ વધુમાં કહ્યું કે, આ બેંગિસુ સુસાર બાળકો સાથે ડિજિટલ એજ્યુકેશન એટલે કે શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ એજ્યુકેશનનો શું મહત્વ છે અને ડિજિટલ એજ્યુકેશનમાં બાળકો ને પડતી મુશ્કેલીઓને દૂર કરવા કેવી રીતે અભ્યાસ કરી શકે તેની સમજ આપે છે. પાંચ દિવસ સુધી શાળાના વિદ્યાર્થીઓને ભણાવશે. શિક્ષણની સાથો-સાથ વિદ્યાર્થીઓને બેઝિક ઇંગ્લિશ બોલતા, વિદ્યાર્થીઓને ભવિષ્યમાં શું બનવા માગે છે અને વિદ્યાર્થીઓ સાથે અનેક રમતો રમશે. વિદ્યાર્થીઓ સાથે ડ્રામા એક્ટિવિટી પણ કરી રહ્યા છે. અમારા શાળાના શિક્ષકો તેમની સાથે જોડાઇને એક મીડિયેટરનું કામ પણ કરી રહ્યા છે, જેનાથી વિદ્યાર્થીઓ તેમની ભાષા સરળતાથી સમજી શકે. તુર્કીથી આવેલા બેંગિસુ સુસાર રોપડા પ્રાથમિક સ્કૂલ સિવાય તેઓ રોપડા ગામની પણ મુલાકાત લેવાના છે, ગામના વાતવરણનો અને ખેતીવાડીનો પણ અભ્યાસ કરશે અને ગ્રામજનો સાથે મુલાકાત કરીને ભારત અને ગુજરાતના કલ્ચરલ વિશે પણ જાણશે.
Read More : ડ્રગ્સ કેસ મામલે ATSના રિમાન્ડ પૂર્ણ થતા લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાં મોકલાયો
ભગવાન શિવની પૂજા માટે ભક્તો શ્રાવણ મહિનામાં કરે છે પ્રદોષ વ્રત, જાણો તેનું મહત્વ
પ્રદોષ વ્રત એ ભગવાન શિવને પ્રસન્ન કરીને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને લક્ષ્મી મેળવવાનો સુવર્ણ અવસર છે. પ્રદોષકાળમાં શિવ ઉપાસના ખૂબ જ ફાયદાકારક છે. રાવણ પાસે જેટલી પણ સંપત્તિ હતી તે બધી ભગવાન શિવના આશીર્વાદથી હતી. રાવણ પ્રદોષ કાળમાં શિવને પ્રસન્ન કરીને સિદ્ધિઓ પ્રાપ્ત કરતો હતો. ધાર્મિક ગ્રંથોમાં લક્ષ્મીની પ્રાપ્તિ માટે પ્રદોષ કાળમાં શેરડીના રસથી ભગવાન શિવનો રૂદ્રાભિષેક કરવાનું સૂચવાયું છે.
ભારતીય સંસ્કૃતિમાં, મોટાભાગના ઉપવાસ અને પૂજા સવારે જ કરવામાં આવે છે, પરંતુ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે, પ્રદોષ વ્રત સાંજના સમયે કરવાનો નિયમ છે. શાસ્ત્રો અનુસાર પ્રદોષ અથવા ત્રયોદશીનું વ્રત માણસને સંતુષ્ટ અને પ્રસન્ન બનાવે છે. કૈલાશપતિ શંકર આ વ્રત રાખનાર સ્ત્રી-પુરુષની તમામ મનોકામના પૂર્ણ કરે છે. આ વ્રતને તન, મન અને ધનથી કરે છે તેના તમામ દુ:ખ દૂર થાય છે.
પ્રદોષનો ભગવાન શિવ સાથે પરસ્પર નિર્ભર સંબંધ છે. ‘પ્રદોષ રજનિમુખમ’ રાત્રિના પ્રારંભને પ્રદોષના નામથી સંબોધવામાં આવે છે. રાત્રી શિવને વિશેષ પ્રિય છે. મુખ્યત્વે પ્રદોષ એટલે રાત્રિની શરૂઆત.
પ્રદોષ વ્રત દરેક પખવાડિયાની ત્રયોદશી તારીખે મનાવવામાં આવે છે. આ વ્રત સ્ત્રી અને પુરૂષ બંને રાખી શકે છે. તેના ઉપાસક ભગવાન શંકર છે, આમાં સાંજના સમયે ભગવાન શિવ ની પૂજા કર્યા પછી જ ઉપવાસ કરવો જોઈએ. પ્રદોષ કાળમાં શિવ તાંડવ સ્ત્રોતનો પાઠ ધન પ્રાપ્તિ માટે વિશેષ લાભદાયક છે. જે વ્યક્તિ પ્રદોષકાળમાં પૂજા કરીને રાવણ દ્વારા રચિત શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરે છે તે સર્વત્ર વિજયી બને છે.
સવારે સ્નાન કર્યા પછી, શિવનું સ્મરણ કરીને ઉપવાસ રાખો, સાંજે સૂર્યાસ્તના એક કલાક પહેલાં ફરી સ્નાન કરો અને પૂજા સામગ્રી જેવી કે ચંદન, મદારનું ફૂલ, બિલ્વપત્ર, ધૂપ-દીપ અને નૈવેદ્ય એકત્ર કરી, પાંચ રંગો ભેળવીને એક કૃત્રિમ કળા બનાવી લો. કમળનું ફૂલ. ઉત્તર-પૂર્વ દિશા તરફ મુખ રાખીને આસન પર બેસો અને પ્રકૃતિ કરીને ભગવાન શંકરની પૂજા કરો. પંચાક્ષર મંત્રનો જાપ કરતી વખતે જળ ચઢાવો અને ફળ અર્પણ કરો. પાણી અર્પણ કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે પાણીનો પ્રવાહ તૂટે નહીં. એ જ રીતે મંત્રનો જાપ લયબદ્ધ હોવો જોઈએ. શિવની સાથે પાર્વતીજી અને નંદીની પણ પૂજા કરવી જોઈએ. પ્રદોષ વ્રત બંને પક્ષોની ત્રયોદશી પર કરવું જોઈએ, પ્રદોષ વ્રત ખૂબ જ વિસ્તૃત અને બધા દ્વારા કરવા માટે યોગ્ય છે. આ વ્રતનો મહાન મહિમા સ્કંદ વગેરે પુરાણોમાં સમજાવવામાં આવ્યો છે.