પાક નુકશાની નો સર્વે કરવા સરકાર કેમ મજબૂર બની !!

સુરેન્દ્રનગર, 9 Oct 2021 : ચોમાસા ની શરૂઆત માં એક વરસાદ થયા પછી બીજો વરસાદ ન પડવાથી મોટાભાગ ના ખેડૂતો નો પાક નિષ્ફળ ગયેલો જેના કારણે “ખેડૂત એકતા મંચ” દ્વારા 26-8-21 ના રોજ ખેતીવાડી અધિકારી તેમજ કલેકટર સમક્ષ રજૂઆત નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યા માં ખેડૂતો જોડાયા, વેપારીઓ એ સમર્થન જાહેર કર્યું, ગુજરાત ના પ્રદેશ ના નેતાઓ એ સમર્થન જાહેર કર્યું, કિશાન કોંગ્રેસ પણ સમર્થન માં આપ્યું, આમ આદમી પાર્ટી એ પણ સમર્થન આપ્યું, ચોટીલા ધારાસભ્ય ઋત્વિક ભાઈ તેમજ ખેડૂત આગેવાન સાગર ભાઈ રબારી, રતનસિંહ ડોડીયા અને રામકુભાઈ કરપડા પણ હજાર રહ્યા અને મજબૂતાઇ થી રજૂઆત કરવામાં આવી અને “ખેડૂત એકતા મંચ” ના બેનર નીચે ખેડૂતો બની ને બધા જ આગેવાનો એ સમર્થન આપ્યું.

જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું ત્યાર બાદ બધા છૂટા પડ્યા. ત્યાર પછી વરસાદ ચાલુ થયો જે સતત 25 દિવસ પડયો અને ખેડૂતો નો સિંચાઈ થી પાણી આપી બચાવેલો પાક જે તૈયાર થઈ ગયો હતો એમાં પણ લાંબો સમય વરસાદ પડવાથી મોટાપાયે ખેડૂતો ને નુકસાન થયું પરંતુ સર્વે ની કામગીરી નું આશ્વાસન મળ્યું હતું એ મુજબ કોઇ જ પ્રકારની કામગીરી ચાલુ કરવામાં આવી નહીં અને વચનો ઠાલા રહ્યા. “ખેડૂત એકતા મંચ” ટીમ દ્વારા ખેતીવાડી અધિકારી સાથે આ બાબતે ફોન પર વાત કરવામાં આવી તો જાણે 26-8-21 ના સાહેબ હતા એ સાહેબ જ નહિ એમને તો કહી દીધું કે આપણા જિલ્લા માં નુકસાન જ નથી. આ જવાબ સાંભળી હવે સહાય મેળવવી હોય તો લડવા શિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો એટલે “ખેડૂત એકતા મંચ” ટીમ દ્વારા સહાય માટે લડી લેવાનું આયોજન કરવામાં આવ્યું.

સુરેન્દ્રનગર જિલ્લાના “ખેડૂત એકતા મંચ”ના દરેક તાલુકાના હોદેદારોને બોલાવી તેમની સાથે ચર્ચા કરી પહેલા દરેક તાલુકા મથકે આવેદનપત્ર આપવાનું અને ત્યારબાદ જિલ્લા મથકે જિલ્લા ખેતીવાડી અધિકારીની ઓફિસનો ઘેરાવ કરવાનું નક્કી કરવામાં આવ્યું જેના ભાગરૂપે પહેલા દરેક તાલુકામાં મોટી સંખ્યા માં ખેડૂતો ને સાથે રાખી “ખેડૂત એકતા મંચ” ટીમ દ્વારા તાલુકા મથકે આવેદન પત્રો આપવાના ચાલુ થયા અને લડાઈ ના શ્રી ગણેશ થયા. તેમ છતાં કોઈ જવાબ ન મળતા અંતે “ખેડૂત એકતા મંચ” પ્રમુખ રાજુભાઈ કરપડા, ખેડૂત એકતા મંચના તાલુકાના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો અને ખેડૂતોએ સાથે મળી તા:1-10-21 ના રોજ જિલ્લા ખેતીવાડી અધિકારી ની કચેરીએ પહોંચી જઈ ધામા નાખ્યા જેમાં રતનસિંહ ડોડીયા પણ હાજર રહેલા.

જિલ્લા ખેતીવાડી અધિકારીને જઈ સવાલ નો મારો ચલાવ્યો કે અમારી અગાઉ ની રજૂઆતો ને ઉપર સુધી પહોંચાડી કે કેમ? અમારા આવેદનપત્ર નો જવાબ શું આવ્યો? તમે દરખાસ્ત શું મોકલી ? આપણાં અનેક સવાલોના અધિકારી પાસે કોઈ જવાબ નહોતો અને સામે “ખેડૂત એકતા મંચ”ની ટિમ પણ મજબૂતાઈથી લડતમાં સામે 3 કલાક ઓફિસમાં બેસી રહ્યા સાહેબ પોતે ઓફિસ છોડી જતા રહ્યા ત્યાર પછી પણ રાજુભાઈ સહિત આગેવાનો ઓફીસ માં જ બેસી રહ્યા અંતે સાહેબે લેખિત માં જવાબો આપવા મજબૂર થવું પડ્યું એ જ દિવસે નવા આવેદનપત્ર સાથે “ખેડૂત એકતા મંચ” પ્રમુખ રાજુભાઈ કરપડા દ્વારા 8 દિવસ નું અલ્ટીમેટમ આપવામાં આવ્યું કે હવે જો 8 જ દિવસ મા સર્વે નો હુકમ નહીં થાય તો મહા સંમેલન બોલાવી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની તૈયારી પણ ચાલુ કરી દેવામાં આવી.

અંતે 8 દિવસ પૂરા થાય એ પહેલા જ તા: 7-10-21 ના રોજ સરકાર લડત સામે ઝુકી અને જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સર્વે ની ટીમ બનાવી આખા જિલ્લા માં પાક નુકસાન નો સર્વે ચાલુ કરી દેવાની જાહેરાત કરવામાં આવી. તમામ ખેડૂતો, યુવાનો, ખેડૂત એકતા મંચના પાયાના સભ્યોથી લઈ તાલુકા જિલ્લાના હોદ્દેદારો સહિત લડતને સતત કવરેજ આપી આપણા પ્રશ્નોને વાચા આપનાર પત્રકાર મિત્રોનો પણ ખેડૂતો વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.

( ખેડૂત એકતા મંચ , રાજુભાઈ કરપડા – સુરેન્દ્રનગર )