શું AAPને મળશે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો? ગુજરાત, હિમાચલની ચૂંટણી બાદ પાર્ટી કરી શકે છે દાવો

15 Nov 22 : ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામો સાથે દેશને આમ આદમી પાર્ટીના રૂપમાં એક નવો રાષ્ટ્રીય રાજકીય પક્ષ મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. વાસ્તવમાં આ રાજ્યોની ચૂંટણી પછી આમ આદમી પાર્ટી ચૂંટણી પંચ તરફથી રાષ્ટ્રીય પક્ષ તરીકેની યોગ્યતા પૂરી કરી શકશે. તે 8 ડિસેમ્બરે ચૂંટણી પરિણામોની ઘોષણા સાથે પાત્ર બની જશે. આવી સ્થિતિમાં, એવી સંભાવના છે કે તે 2022માં જ તેનો દાવો કરે અને આ વર્ષે તેને આ માન્યતા મળી પણ જાય. દિલ્હી, પંજાબમાં સત્તા મેળવ્યા બાદ અને ગોવા વિધાનસભામાં બે ધારાસભ્યો જીત્યા બાદ હવે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વોટ ટકાવારી AAPને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપી શકે છે. અત્યાર સુધી દેશમાં માત્ર કોંગ્રેસ, BJP, BSP, CPI, CPM, NCP અને TMCને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છે.

આના આધારે દાવો કરી શકે છે AAP . ચૂંટણીના રાજકીય નિયમોના નિષ્ણાતો અનુસાર, રાષ્ટ્રીય પક્ષ બનવા માટેની ત્રણ મુખ્ય શરતો અથવા લાયકાત પૈકીની એક એ છે કે કોઈપણ રાજકીય પક્ષને લોકસભામાં ચાર લોકસભા બેઠકો ઉપરાંત લોકસભામાં 6 ટકા વોટ મેળવે અથવા વિધાનસભાની ચૂંટણીમાં ચાર અથવા એનાથી વધુ રાજ્યોમાં કુલ 6 ટકા કે તેથી વધુ વોટ શેર મેળવે.

જણાવી દઈએ કે ગોવામાં AAPએ 6.77 ટકા વોટ શેર સાથે બે સીટો જીતી છે. આમ આદમી પાર્ટી પાસે અન્ય કેટલાક રાજ્યોમાં પણ શેર અને વોટ શેર છે, હવે એવી ચર્ચા થઈ રહી છે કે AAP રાષ્ટ્રીય પાર્ટી બનવા જઈ રહી છે.

રાષ્ટ્રીય પક્ષ જોવા પર મળે છે આ લાભો

કોઈપણ રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા મળવાના ઘણા ફાયદા છે. પ્રથમ ફાયદો સ્પષ્ટ છે – તે ફક્ત માન્યતાના સ્તર વિશે છે.

રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પ્રાપ્ત કર્યા પછી, રાજકીય પક્ષને અખિલ ભારતીય સ્તરે અનામત ચૂંટણી પ્રતીક મળી જાય છે.

વિનામૂલ્યે અને ફરજિયાતપણે મતદાર યાદી મેળવવાની સુવિધા પણ મળે છે.

ચૂંટણીના થોડા સમય પહેલા, તેમને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ટેલિવિઝન અને રેડિયો પ્રસારણ માટે સમય આપવામાં આવશે જેથી તેઓ શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચી શકે. રાષ્ટ્રીય મીડિયા પર મફત એરટાઇમ મળી જાય છે. આનાથી પાર્ટીની પહોંચ વધારવામાં સરળતા રહે છે. જો કે, ઉમેદવારી પત્રો દાખલ કરવા માટે ઉમેદવારોના પ્રસ્તાવકોની સંખ્યા વધી શકે છે.

દેશમાં અત્યારે 400 પાર્ટીઓ

કોઈપણ રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષ બનવા માટે અમુક શરતો, નિયમો અને પાત્રતા હોય છે. લોકસભા ચૂંટણીમાં પ્રદર્શન, વોટ શેર, ઘણા રાજ્યોમાં માન્યતા, વિધાનસભા ચૂંટણી માં વધુ રાજ્યોમાં વોટ શેર સંબંધિત નિયમોના આધારે તેને રાષ્ટ્રીય પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ પક્ષ આમાંથી કોઈપણ એક શરતોને પૂર્ણ કરે છે, તેને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા આપવામાં આવે છે. ચૂંટણી પંચના સફાઈ અભિયાન બાદ હવે દેશમાં લગભગ 400 રાજકીય પક્ષો છે, પરંતુ તેમાંથી માત્ર 7ને જ રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે. આપણા દેશમાં રાજકીય પક્ષોના ત્રણ સ્તર છે – રાષ્ટ્રીય પક્ષ, રાજ્ય સ્તરનો પક્ષ અને પ્રાદેશિક પક્ષ. દેશમાં 7 રાષ્ટ્રીય પક્ષો ઉપરાંત 35 રાજ્ય સ્તરીય રાજકીય પક્ષો છે. હાલમાં 250થી વધુ પ્રાદેશિક પક્ષો છે.

વધુમાં વાંચો… રાજકોટમાં આમ આદમી પાર્ટીના વરરાજાએ લગ્નની કંકોત્રીમાં કર્યો પાર્ટીનો પ્રચાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડાક દિવસનું જ અંતર છે ત્યારે વિવિધ પાર્ટી દ્વારા તેજ ગતિથી પ્રચાર થઇ રહ્યો છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન હોવાથી રાજકીય પાર્ટી દ્વારા જુદી જુદી રીતે પાર્ટી પ્રચાર કરતી હોય છે. આ દરમિયાન રાજકોટમાં આમ આદમી પાર્ટીના એક કાર્યકરે તેમના લગ્નના માધ્યમ દ્વારા પ્રચાર કરવાનો એક અનોખો પ્રયોગ કર્યો હતો. ગુજરાતમાં વિધાનસભાન ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના 34 વર્ષીય કાર્યકર્તા પ્રભાત હુંબલે તેમના લગ્ન માટેની છપાવેલી કંકોત્રીમાં આમ આદમી પાર્ટીના પ્રચારના સૂત્રો છપાવ્યા હતા.

આમ આદમી પાર્ટી આ વર્ષે ગુજરાત વિધાનસભાની દરેક સીટ પર ચૂંટણી લડી રહી છે તે માટે પ્રભાત હુંબલે અનોખી રીતે તેમનો પ્રચાર કર્યો હતો. પ્રભાત હુંબલના લગ્ન આગામી મહિનામાં 9મી ડિસેમ્બરના રોજ થવાના છે ત્યારે તેમના કંકોત્રીમાં આમ આદમી પાર્ટીના પ્રચાર કરતા ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા એવા પ્રભાત હુંબલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી રાજકોટના સ્થાપક સભ્ય તરીકે તેઓ આમંત્રિતોને શા માટે આ પક્ષને ટેકો આપવો જોઈએ તેના વિષે વાકેફ કરાવવા માટે ઈચ્છે છે. જેથી તેને પોતાની કંકોત્રીમાં આમ આદમી પાર્ટીના પ્રચાર માટે સૂત્રો લખ્યા હતા.

પોતાની લગ્નની કંકોત્રીમાં આમ આદમી પાર્ટીનું ચિન્હ છે અને જેમાં લખ્યું છે કે આમ આદમી પાર્ટીને મત આપશે. આમંત્રણ પત્રિકાઓ તેમના પરિવાર દ્વારા આમ આદમી પાર્ટીને વિનંતી કરી હતી. ગુજરાતમાં આ કંકોત્રી વાઇરલ થઇ ગઈ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થઇ રહ્યો છે. પ્રથમ તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો પ્રચાર કરી રહી છે. ગુજરાતમાં એક પછી એક રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે આ રીતે અલગ જ રીતે પ્રચાર કરીને પણ લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરી રહ્યા છે. નોંધનીય છે કે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે મતદાન થવાનું છે ત્યારે આ બેઠકો માટે ઉમેદવારોએ તેમના ફોર્મ ભરી દીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here