શું ઓવૈસી ગુજરાતમાં વોટકટવાનો આરોપ મિટાવી શકશે? કે પછી લઘુમતી ઓના ખોબલે વોટ મળશે !

06 Dec 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીએ 13 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જો કે, એ તો સચોટ આંકડાઓ 8 તારીખે જ ખબર પડશે કે આ વોટ કટવા બનીને રહેશે કે પછી સંગઠન બનાવવા સક્ષમ બનશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામોમાં AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી વિશે ચોંકાવનારી વાત સામે આવી છે. ઓવૈસીએ રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંથી માત્ર 13 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા 1 ઉમેદવારે ફોર્મ પર પણ ખેંચ્યું હતું. ભાજપ વિરોધી પાર્ટીઓ ઓવૈસી પર વોટકટવા એ્ટલે કે, વોટ કાપનાર હોવાનો આરોપ લગાવી રહી છે. હવે એક્ઝિટ પોલના આંકડાઓ આવી ગયા છે જેથી આ અનુમાન પણ આ પ્રમાણે જોઈ શકાય છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પર ટાઈમ્સ નાઉ નવભારતના એક્ઝિટ પોલ અનુસાર, જનતાને પૂછવામાં આવ્યું હતું કે ‘ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં કેટલું મોટું પરિબળ બની ગઈ છે?’ જવાબ આપવા માટે ચાર વિકલ્પો જેમ કે, વોટકટવા, મુસ્લિમ વોટ સિક્યોર, ઓર્ગેનાઈઝેશન સ્ટેન્ડિંગ, ન કહી શકાય તેમ જણાવવામાં આવ્યું હતું. માત્ર 12 ટકા લોકોએ કહ્યું કે ઓવૈસીનું સંગઠન વધી રહ્યું છે.

ગુજરાતમાં ઓવૈસીની પાર્ટી કેટલું મોટું ફેક્ટર છે?
ટાઈમ્સ નાઉ નવભારત એક્ઝિટ પોલ અનુસાર

વોટકટવા – 30%
મુસ્લિમ મત મેળવ્યા – 22%
સંગઠન બની રહ્યું છે – 12%
કહી શકાતું નથી – 36%
22 ટકા લોકો માને છે કે ઓવૈસીને મુસ્લિમ વોટ મળ્યા છે

વોટ કટવાના સવાલ પર ઓવૈસી શું કહે છે? : એઆઈએમઆઈએમના વડા ઓવૈસી અવારનવાર ચૂંટણીની બહાર પણ ભાજપની બી ટીમ છે કે કેમ તેવા પ્રશ્નો સાથે ઝઝૂમતા જોવા મળે છે. તાજેતરના ઘણા મીડિયા ઇન્ટરવ્યુમાં ઓવૈસીએ આવા સવાલોના જવાબ આપ્યા છે. ઓવૈસીનું કહેવું છે કે તે પહેલા તો હું ગુજરાતમાં ચૂંટણી લડવા આવ્યો ન હતો, તો પછી કોંગ્રેસ ભાજપને કેમ નથી હરાવી શકતી?

વધુમાં વાંચો… શિયાળામાં ચામડી સુકાવાને કારણે ચીરા પડવાની વધુ સમસ્યા : ડો. શૈલેષ કંટારિયા

શિયાળામાં ચામડી સુકાવાને કારણે ચીરા પડવાની વધુ સમસ્યા રહે છે, ઉપરાંત શરીરે ખંજવાળ, લાલ ચકમા થાય છે. ગરમ પાણીને બદલે હુંફાળુ પાણીથી સ્નાન કરવું જોઈએ તેવું સ્કિન રોગ નિષ્ણાંત તબીબે જણાવ્યું છે. શિયાળાની શરૂઆત થઈ છે. ચામડીના રોગનું પ્રમાણ અન્યની સરખામણીએ વધુ હોય છે. શિયાળામાં ચામડી સુકાવાને કારણે પગ, હાથમાં ચીરા પડે છે. ખંજવાળ આવે, ક્યારેક લાલ ચકમા થઈ જાય છે. પોરબંદરમાં સ્કિન રોગ નિષ્ણાંત ડો. શૈલેષ કંટારિયાએ જણાવ્યું હતુંકે, શિયાળામા વાતાવરણમા ભેજ ઘટી જાય છે તેથી ટ્રાન્સ એપીડર્મલ વોટર લોસ વધી જાય છે.

ચામડીના ઉપરના પડમાથી પાણી ઓછુ થઇ જાય છે. શિયાળામા ખાસ કરીને બાળકોમા થતુ ખરજવુ અને સોરીયાસીસ વકરે છે. ડો. કંટારિયાએ વધુમાં જણાવ્યું હતુંકે, શિયાળા મા સાબુ નો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઇએ. વધુ પડતા ગરમ પાણીથી લાંબા સમય માટે સ્નાન કરવાથી પણ ચામડીનુ કુદરતી તેલ ધોવાય જાય છે અને ચામડી શુષ્ક થઇ જાય છે, તેથી વધુ ગરમ પાણી વાપરવાને બદલે સહેજ હુંફાળા પાણીથી સ્નાન કરવુ જોઇએ. કોઇ પણ કુદરતી તેલ અથવા તો મોઇસ્ચ્યુરાઈઝર લગાવવુ જોઇએ. વીટામીનથી ભરપુર શાકભાજી અને ફળો વધુ લેવા જોઇએ તેમજ પુષ્કળ પાણી પીવુ જોઈએ તેવું જણાવ્યું હતું.

વધુમાં વાંચો… દિવસના બે થી ત્રણ જ અખરોટ આરોગવા જોઈએ ઉનાળામાં બે જ ને શિયાળામાં ત્રણ સુધી આરોગી શકાય. અખરોટને રાત્રે પાણીમાં પલાળી સવારે ખાવામાં આવે તો અતિઉત્તમ સાબિત થાય છે.

શિયાળામાં અખરોટ આરોગવી ખુબ હિતાવહ પરંતુ, અતિરેક સારો નહિ: દૂધ અને અખરોટને મિક્સ કરી પીવાથી તેની અંદર રહેલા પોષક તત્વોના ગુણ મગજને તેજ રાખી યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. અખરોટમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને ફેનોલિક એસિડ હોય છે જે કેન્સરનું જોખમ ઘટાડે છે, આલ્ફા-લિનોલેનિક એસિડ હોય છે જે હાડકા અને દાંતને મજબૂત બનાવે છે.

અખરોટમાં મેલાટોનિન હોય છે જે સ્ટ્રેસ અને ટેન્શન ઘટાડે છે. તેનાથી સારી ઊંઘ આવે છે, અખરોટમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, અખરોટ રોગપ્રતિકારક શક્તિ વધારવા માં મદદ કરે છે કોઈ પણ વસ્તુના બે પાસા હોય તો આપણે જાણીએ : અખરોટનું જો વધુ પડતું સેવન કરવામાં આવે તો શું નુકસાન થઈ શકે? અખરોટથી એલર્જી થવી એ સામાન્ય બાબત છે, અખરોટનું વધુ સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે , વજન વધી શકે છે. અખરોટમાં ફાઇબર વધુ પ્રમાણમાં હોય છે.નાના બાળકો ઘણી વખત ચાવ્યા વગર જ અખરોટ ઉતારી દે છે તો બાળકોમાં અપચાની સમસ્યા ઊભી થાય તેથી તેનો પાવડર કે પાણીમાં પલાળીને કે ક્રશ કરીને જ આપવી. દિવસના બે થી ત્રણ જ અખરોટ આરોગવા જોઈએ ઉનાળામાં બે જ ને શિયાળામાં ત્રણ સુધી આરોગી શકાય. અખરોટને રાત્રે પાણીમાં પલાળી સવારે ખાવામાં આવે તો અતિઉત્તમ સાબિત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here