શું સ્માર્ટફોનનો અંત આવશે? બિલ ગેટ્સે જણાવ્યું કેવું હશે ભવિષ્ય…

17 Sep 22 : સ્માર્ટફોન બિઝનેસ ઝડપથી ડેવલપ થઈ રહ્યો છે. માત્ર થોડા વર્ષોની સફરમાં સ્માર્ટફોન્સે કેમેરા, ડિસ્પ્લે અને ચાર્જિંગના સંદર્ભમાં એવા પડાવ હાંસલ કર્યા છે, જેની માત્ર કલ્પના જ કરી શકાતી હતી. પછી ભલે તે અંડર ડિસ્પ્લે કેમેરા વિશે હોય અથવા ફોનને મિનિટોમાં ચાર્જ કરવાની વાત હોય. ટેકનોલોજીનું આ ક્ષેત્ર ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યું છે.

તેનો આગળનો તબક્કો શું હશે તેની પણ વિચારણા ચાલી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે આવનારા ભવિષ્યમાં સ્માર્ટફોન એટલા વિકસિત થઈ જશે કે તે અદૃશ્ય થઈ જશે.

આ વર્ષની શરૂઆતમાં માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે એક એવી ટેકનોલોજી વિશે અનુમાન લગાવ્યું જે સ્માર્ટફોનને બદલી શકે છે. તેઓ માને છે કે ઈલેક્ટ્રોનિક ટેટૂ ભવિષ્યમાં સ્માર્ટફોનનું સ્થાન લઈ શકે છે.

બિલ ગેટ્સનો વિચાર શું છે? – તમે ઘણી સાયફી મૂવીઝના આવા ટેટૂઝ જોયા જ હશે. જો ટેટૂ નહીં, તો તમે ચિપ્સ જોઈ હશે, જે શરીરમાં લગાવવામાં આવે છે. આ પણ કંઈક આવું જ છે. આનો ઉપયોગ કરીને તમે સ્માર્ટફોનને તમારા શરીરમાં લગાવી કરી શકો છો. બિલ ગેટ્સ માને છે કે ઇલેક્ટ્રોનિક્સ ટેટૂ ભવિષ્યમાં સ્માર્ટફોનનું સ્થાન લેશે. આ કંપની બાયોટેકનોલોજી પર આધારિત ટેટૂ બનાવે છે, જે તમારા શરીરમાંથી માહિતી એકઠી કરે છે. હાલમાં તેનો ઉપયોગ સ્પોર્ટ્સ અને મેડિકલ લાઈનમાં થાય છે.

ઇલેક્ટ્રોનિક ટેટૂ હજુ પણ ડેવલપના તબક્કામાં છે. એવી અટકળો છે કે ભવિષ્યમાં તેમાં એટલો સુધારો કરવામાં આવશે કે લોકોને અલગ સ્માર્ટફોન રાખવાની જરૂર નહીં પડે. અન્ય નિષ્ણાતોએ પણ આની કલ્પના કરી છે.

નોકિયાના સીઈઓએ પણ આગાહી કરી – નોકિયાના સીઈઓ પેક્કા એ પણ આવી જ આગાહી કરી હતી. તેમણે આ વર્ષે આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં આ માહિતી આપી હતી. પેક્કાનું માનવું છે કે વર્ષ 2030 સુધીમાં 6G ટેક્નોલોજી શરૂ થઈ જશે, પરંતુ ત્યાં સુધીમાં સ્માર્ટફોન ‘કોમન ઈન્ટરફેસ’ નહીં હોય.

તેમણે કહ્યું કે 6G આવ્યા બાદ સ્માર્ટફોનની સરખામણીમાં સ્માર્ટ ચશ્મા કે અન્ય કોઈ પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવશે. પેક્કા અનુસાર ત્યાં સુધીમાં સ્માર્ટફોન સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ સીધી આપણા શરીરમાં આવવા લાગશે.

નોકિયાના સીઈઓએ કોઈ બ્રાન્ડ અથવા ડિવાઇસનું નામ આપ્યું નથી, પરંતુ બંને દિગ્ગજોની અટકળો એક યા બીજી રીતે સમાન છે. એટલે કે ભવિષ્યમાં સ્માર્ટફોન્સનો અંત આવશે અથવા તે એટલો વિકાસ કરશે કે તમે તેને તમારા શરીરમાં સીધા જ ઇન્સ્ટોલ કરી શકશો. ઈલોન મસ્ક આવી જ એક ટેક્નોલોજી ન્યુરાલિંક પર કામ કરી રહ્યા છે.