19 Sep 22 : ગુજરાતમાં શિક્ષણની કથળતી તસ્વીર, અંકલેશ્વરના પીરામણની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે કચરાપેટી ખાલી કરાવવાનું કામ કરાવાતું હોવાના દ્રશ્યો સામે આવ્યા.

સૌ ભણે,સૌ આગળ વધે ને નેમ ના સ્લોગન સાથે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષણ ક્ષેત્રે ને આગળ વધારવાની એક તરફ જવાબદારી નિભાવી રહી છે,શાળાએ જઈ દરેક બાળક સારું શિક્ષણ પ્રાપ્ત કરે તેવું દરેક વિદ્યાર્થીઓના માતા પિતા ઈચ્છા ધરાવતા હોય છે,પરન્તુ એ જ શિક્ષણ ના ધામ માં વિદ્યાર્થીઓને ભણતર ની જગ્યાએ શાળા ના સંચાલકો અન્ય પ્રવૃત્તિ કરાવે તે બાબત કેટલી યોગ્ય કહી શકાય તેવી ચર્ચાઓ આજ કાલ લોકો વચ્ચે જામી છે.

અંકલેશ્વરના પીરામણ ગામ ખાતેની પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ આજકાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે,પીરામણ પ્રાથમિક શાળા ના ત્રણ થી વધુ વિદ્યાર્થીઓ શાળામાં એકત્ર થયેલ કચરા ના ડબ્બા લઇ નજીક માં આવેલ કચરા ના ટ્રેકટર માં ખાલી કરવા જતાં હોવાના ડ્રશ્યો જાગૃત નાગરિકે કંડારી લઇ વાયરલ કરતા પીરામણ પ્રાથમિક શાળા ના સંચાલકો સામે લોકોએ સવાલો નો મારો ચલાવ્યો છે.

કચરા ની ગાડી માં કચરો ઠાલવવા માટે નું કામ શાળામાં આવતા પટાવારા નું અથવા તેને લાગતા વળગતા સફાઈ કર્મીઓ નું હોય છે પરંતુ પીરામણ પ્રાથમિક શાળા માં તો ઉલ્ટી ગંગા વહેતી હોય તેમ શાળામાં ભણતર મેળવવા માટે આવતા બાળકો જ શાળા માં સફાઈ થયેલા કચરા ના ડબ્બા લઇ જાહેર માર્ગો પર ફરી ને તેને કચરા ની ગાડી સુધી પહોંચાડવાનું કામ કરતા નજરે પડી રહ્યા છે જે ઘટના ક્રમ નો વીડિયો વાયરલ થયા બાદ શાળા ની સામે સવાલો નો મારો લોકો ચલાવી રહ્યા છે સાથે સાથે સરકાર સુધી પણ આવાઝ પહોંચાડી રહ્યા છે કે શું આમ ગુજરાતના ભાવિ નું ઘડતર થશે..? તેવી બાબતો તંત્ર ને પૂછી રહ્યા છે.