
14 May 23 : IPL 2023 સીઝન ધીમે ધીમે અંત તરફ આગળ વધી રહી છે. હવે 16મી સિઝનમાં માત્ર 11 મેચ જ રમવાની બાકી છે. આવી સ્થિતિમાં, મોટાભાગની ટીમો પ્લેઓફ માં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. આ સિઝનની પ્લેઓફની રેસ ઘણી રોમાંચક બની છે. અત્યાર સુધી કોઈ ટીમ પ્લેઓફમાં ક્વોલિફાય થઈ શકી નથી. પરંતુ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફની આરે આવીને ઉભી છે. આ બંને ટીમો અંતિમ ચારમાં પહોંચવાથી માત્ર 1 જીત દૂર છે. આ સિવાય દિલ્હી કેપિટલ્સની ટીમ પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
આ ટીમો પાસે છે તક.ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ IPL 2023ના પ્લેઓફમાં પહોંચવાનું નિશ્ચિત છે. બંને ટીમ પ્લેઓફની રેસથી માત્ર એક જીત દૂર છે. આ બે ટીમો ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ પાસે પ્લેઓફમાં ક્વોલિફાઈ થવાની તક છે. એટલે કે પ્લેઓફમાં ગુજરાત અને ચેન્નાઈના બે સ્થાન બાકી રહે તો બાકીના બે સ્લોટ માટે 6 ટીમો વચ્ચે સ્પર્ધા છે. આ ટીમોએ પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે તેમની બાકીની મેચો મોટા માર્જિનથી જીતવી પડશે. જે ટીમ આમાંથી એક મેચ પણ હારશે તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. જો આ છ ટીમોમાંથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છોડી દેવામાં આવે તો બાકીની ટીમોએ 2-2 મેચ રમવાની છે. RCB IPL 2023માં અત્યાર સુધીમાં 11 મેચ રમી ચુક્યું છે અને તેણે હજુ 3 મેચ રમવાની છે. દિલ્હી-હૈદરાબાદ બહાર. દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. 13 મેના રોજ પંજાબ કિંગ્સ સામે હાર્યા બાદ દિલ્હીની ટીમ છેલ્લા ચારની રેસ માંથી બહાર થઈ ગઈ હતી. આ સાથે જ સનરાઇઝર્સ હૈદરાબાદને પણ લખનૌ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે હૈદરાબાદની ટીમ હજુ સત્તાવાર રીતે IPL 2023માંથી બહાર નથી થઈ. પરંતુ તેના પ્લેઓફમાં પહોંચવાની શક્યતા ઘણી ઓછી છે. આઈપીએલની 16મી સીઝનમાં હૈદરાબાદે 11 મેચ રમી છે જેમાં 4માં જીત અને 7માં હાર થઈ છે. સનરાઇઝર્સે હજુ ત્રણ મેચ રમવાની છે. ધારો કે હૈદરાબાદની ટીમ બાકીની તમામ મેચો જીતી જાય તો તે 14 પોઈન્ટ સાથે તેના અભિયાનનો અંત કરશે. પરંતુ 14 પોઈન્ટ મેળવનારી ટીમ કોઈપણ સંજોગોમાં આઈપીએલ 2023ના પ્લેઓફમાં ક્વોલિફાઈ કરી શકશે નહીં. જેના કારણે હૈદરાબાદની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
વધુમાં વાંચો… આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જંગ, જાણો કઈ ટીમ જીતશે?
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 60મી મેચ આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. પ્લેઓફની રેસમાં રહેવા માટે આરસીબીને આ મેચ જીતવી જરૂરી છે. જો બેંગ્લોરની ટીમ આ મેચ જીતવામાં નિષ્ફળ જશે તો તેની પ્લેઓફમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળશે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સની ટીમ પણ અંતિમ ચારમાં પહોંચવા માટે પુરી તાકાત લગાવશે. જો પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો રાજસ્થાન અને બેંગ્લોર હાલમાં ટોપ-4 માંથી બહાર છે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન પાંચમા અને બેંગ્લોર સાતમા નંબર પર છે. તેથી આ મેચ બંને ટીમો માટે કરો યા મરો જેવી છે.
રાજસ્થાન રોયલ્સની હાલત ખરાબ. સંજુ સેમસનની ટીમ રાજસ્થાન રોયલ્સે IPL 2023માં સારી શરૂઆત કરી હતી. પરંતુ ટીમ જીતનો સિલસિલો જાળવી શકી ન હતી. એક સમયે રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને હતું. પરંતુ સતત ત્રણ મેચ હાર્યા બાદ રાજસ્થાનની ટીમ ટોપ-4માંથી બહાર થઈ ગઈ હતી. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પણ આવી જ હાલત હતી. છેલ્લી બે મેચમાં ફાફ ડુ પ્લેસિસની ટીમને સતત હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે 14મી મેના રોજ રમાનાર મેચમાં જે ટીમ મેચ જીતશે તેની પ્લેઓફમાં જવાની સંભાવના રહેશે. બેંગલોર મેચ જીતી શકે છે. રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે રમાયેલી IPL મેચોના આંકડાઓ પર નજર કરીએ તો આરસીબી જીતવામાટે મજબૂત દેખાઈ રહી છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 29 મેચ રમાઈ છે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 14 અને રાજસ્થાન અને રાજસ્થાન રોયલ્સે 12 મેચ જીતી છે. આ આંકડા દર્શાવે છે કે બેંગ્લોરથી આગળનો રસ્તો રાજસ્થાન માટે સરળ નહીં હોય. આ સિવાય બેંગ્લોરની ટીમ IPL 2023માં બંને ટીમો વચ્ચે રમાયેલી પ્રથમ મેચ જીતવામાં સફળ રહી હતી. 23 એપ્રિલે બેંગલુરુમાં રમાયેલી મેચમાં RCBએ રાજસ્થાન રોયલ્સને 7 રનથી હરાવ્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 14મી મેના રોજ રાજસ્થાન રોયલ્સ સામેની મેચ જીતી શકે છે.