12 Sep 22 : કોંગ્રેસ સાથે ગઠબંધનને લઈ તેમને હાલ કોઈ શકયતા નથી. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન પેહલા જ BTP એ ફાડયો છેડો

આપના કેજરીવાલની શરત હતી, આપની ટોપી અને ઝાડુ પર જ બિટીપી ચૂંટણી લડે. અમે પાઘડીવાળા ગુજરાત અને દેશમાં આ ટોપીવાળાઓએ અમારા ઉપર ગુજરેલા ઝૂલમનો વિરોધ કરવાના જ છે. અમારી સાથે OBC,માઈનોરિટી અને 12 થી 15 કરોડ આદિવાસીઓ પોતાની પાર્ટી બનાવીશું કહ્યું ઝઘડિયા ધારાસભ્ય છોટુ વસાવા. કોંગ્રેસ સાથે BTP ના ગઠબંધનની હાલમાં કોઈ શકયતા નહિ, સમય સંજોગો આવશે ત્યારે જોઈશું.

ભારતીય ટ્રાયબલ પાર્ટી BTP એ આમ આદમી પાર્ટી સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પેહલા જ રચનારા ગઠબંધનને તોડી નાખ્યું છે. હાલ આપના અરવિંદ કેજરીવાલ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે ત્યારે જ ઝઘડિયાના ધારાસભ્ય અને BTP સુપ્રીમો છોટુ વસાવાએ આ જાહેરાત કરી છે.અરવિંદ કેજરીવાલે BTP સાથે જોડાણમાં શરત મૂકી હતી કે ગુજરાતમાં બિટીપી એ આપના ચિન્હ ઝાડુ અને આપની ટોપી ઉપર જ ચૂંટણી લડવી પડશે. જે BTP ના સર્વે સર્વા છોટુભાઈ વસાવાને મંજુર ન હોય તેઓએ આપ સાથેના ગઠબંધનને તોડી નાંખયાની જાહેરાત કરી દીધી છે.

આદિવાસીઓના મસીહા અને ઝઘડિયા MLA છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, આપ સબ નો બાપ થવા માંગે છે. ભાજપ BJP સાથે જ છે, અને ભાજપના સહકારથી આપ બધાનો બાપ થવા માંગે છે દેશની અંદર. તે વાત શક્ય નથી

ટોપીવાળાઓએ પાઘડીવાળા અમારા ઉપર જે ઝૂલમ ગુજાર્યો કે ગુજારવા માંગે છે. અમે પાઘડીવાળા આ ટોપીવાળાઓનો ગુજરાત અને દેશમાં વિરોધ કરવાના જ છે. આગળની રણનિતિમાં BTP સુપ્રીમો એ કહ્યું હતું કે, અમારી સાથે OBC છે, માઈનોરિટી છે અને 12 થી 15 કરોડ આદિવાસીઓ. અમે અમારી પોતાની પાર્ટી બનાવીશું. જ્યારે કોંગ્રેસ સાથે ગઠબંધનને લઈ તેમને હાલ કોઈ શકયતા નથી અને સમય સંજોગો જોઈ આગળ વિચારાશે તેમ અંતમાં કહ્યું હતું.

BTP અગાઉ કોંગ્રેસ, AIMIM સાથે પણ જોડાણ કરી ચુકી છે. બિટીપી આગળ ચૂંટણી સમયે કોંગ્રેસ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં AIMIM સાથે પણ જોડાણ કરી ચુકી છે. થોડા મહિના પહેલા જ આપ અને બિટીપીના જોડાણની જાહેરાતો વચ્ચે ઝઘડિયા અને દિલ્હીમાં બેઠકો મળી હતી. જોકે ટિકિટો, બેનરને લઈ પહેલેથી જ બિટીપી આપ સાથેના જોડાણમાં પોતાની શરતો ઉપર ગઠબંધનને લઈ મક્કમ હતું.