12 Aug 22 : રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 3 ના પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી અને લોક સંસદ વિચાર મંચના સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા ની સંયુક્ત યાદી મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના (એસ.ટી.) રાજકોટ ડિવિઝનના વાંકાનેર ડેપોની રાજકોટ માટેલ રાજકોટ અને રાજકોટ -મોરબી -રાજકોટ વચ્ચે દોડતી GJ-18 Z 1189 માં સીટ નંબર 41w 42 મા લાંબા સમયથી બે સીટો ગુમ છે. તેમજ  વાંકાનેર રાજકોટ વાંકાનેર વચ્ચે દોડતી GJ-18 Z 0348 માં પણ ત્રણ સીટ 43w 44 45 સીટો છે નહીં. જે પગલે મુસાફરો ટિકિટના પુરા પૈસા આપી ફરજિયાત મજબૂરી વશ થઈ ને ઉભું રહેવું પડે છે. બસમાં તમામ સીટો ભરાયેલી હોય અને પેસેન્જર ઉભા રહે તે વાત વ્યાજબી છે પરંતુ બસમાં સીટો નાખવાની ફરિયાદનો ઉલાળીયો કરનાર જવાબદાર અધિકારીઓને પગલે મુસાફરોને ઉભું રહેવું પડે તે બાબત વ્યાજબી અને ઉચિત નથી.
     
હાલમાં હિન્દુઓનો આસ્થા સમાન પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોય ત્યારે માટેલ અને જડેશ્વર પવિત્ર યાત્રાધામ તરીકે પ્રખ્યાત છે. ત્યારે આ વાકાનેર ડેપોની ઉપરોક્ત બંને બસો ભરચક્ક હોય છે અને સતત ગીરદી પણ રહેતી હોવાને કારણે મુસાફરોને દુવિધા ને હાલાકી ભોગવવી પડતી હોવાને પગલે ગજેન્દ્રસિંહ ઝાલા એ આ અંગે કંડક્ટર પાસે ફરિયાદ બુક માગતા વાંકાનેર ડેપોના કંડક્ટરો ને ફરિયાદ બુક આપવામાં આવતી નથી. કંડકટર કહ્યું તમારે ઓનલાઇન ફરિયાદ કરવી પડશે. ઓનલાઇન ફરિયાદ અંગે કોઈ પણ પ્રકારની માહિતી કંડકટર પાસે ઉપલબ્ધ હોતી નથી. જે પગલે મોબાઈલ ફોનથી વાંકાનેર ડેપોના જવાબદાર અધિકારીને આ અંગે 20 દિવસ પહેલા ફરિયાદ કરી સીટો નાખવા બાબતે ધ્યાન દોરવામાં આવેલ. પરંતુ તેમ છતાં સીટો નાખવામાં આવી નહીં અને વ્યાજબી ફરિયાદનો ઉલાળીયો કરવામાં આવતા વાંકાનેર ડેપોમાં ગજુભા રૂબરૂમાં  જઈને ટ્રાફિક કંટ્રોલર પાસે ફરિયાદ બુક માગવામાં આવતા તેઓએ મિકેનિક વિભાગમાં રૂબરૂ સાથે લઈ જઈ ૨૪ કલાકમાં સીટો નાખવાની મૌખિક ખાતરી આપવામાં આવી હતી. તેમ છતાં આઠ દિવસ સુધી આજની તારીખે બંને બસોમાં સીટો નાખવામાં આવી નથી.
મુખ્યમંત્રી માટે ૨૦૦ કરોડનું વિમાન લેવાતું હોય તો સીટો નાખવામાં ઠાગા-ઠૈયા શા માટે ? એસ.ટી. રાજકોટ ડિવિઝનને રક્ષાબંધનના પગલે 58 લાખ ની આવક એક દિવસમાં થઈ છે અને રોજીંદી આવક કરતા 10 લાખની વધુ આવક થઈ છે ત્યારે આ બંને ખખડધજ બસમાં સીટો નાખવા આજ રોજ ગોંડલ રોડ ખાતેની એસ.ટી.ની વિભાગીય નિયામક શ્રી કચેરીમાંરાજકોટ ડિવિઝનના વિભાગીય નિયામક શ્રી જે. બી. કલોતરા ને પ્રતિનિધિ મંડળ સાથે લેખિતમાં ફરિયાદ કરી સીટો અર્પણ કરવાનો કાર્યક્રમ રાજકીય સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવેલ હતો. જો કે આ તકે મુખ્યમંત્રી ના ઝંડા ઉપાડવાના સરકારી કાર્યક્રમો હોવાને પગલે રાજકોટ ડિવિઝનના જવાબદાર અધિકારીઓ પણ ડિવિઝન કચેરી ખાતે ઉપસ્થિત ન હોય ત્યારે વિભાગીય નિયામકનો ફોન દ્વારા સંપર્ક કરી યોગ્ય કરવા અપીલ કરવામાં આવી હતી ને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પણ રજૂઆત ની કોપી મોકલવામાં આવી છે. લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે ડેપોની બસોમાં અગ્નિસમન ઇન્સ્ટિઝયુસર CO2 – AB2 નો ઉપયોગ કરવો અને એક્સ પાયરી ડેટ ના અગ્નિસમન સાધનોનું રીપ્લીંગ કરાવવું 5 વર્ષથી વધુ સમય થયો હોય તેવા અગ્નિસમન ના સાધનોનો હાઇડ્રોલિક ટેસ્ટ કરાવી યુઝ કરાવશો.
GJ18Z 0348 બસમાં ડ્રાઇવરની કેબિનમાં જ ઓઇલ વાળા ગાભા અને પાણીની ખાલી બોટલો ના ઢગલાઓ હતા જે પગલે બસમાં આગ લાગે તેવી પરિસ્થિતિ હતી અને ડ્રાઇવરની કેબિનમાં જે બિનજરૂરી કાટમાળ અને કચરો હતો તેમાં ગંદકી હોય તેમાં અગ્નિસમન સાધનો પણ કચરામાં સામેલ હતા આ અગ્નિસમન ઇન્સ્ટિઝયુસર ની એક્સપાયરી ડેટ પણ જતી રહી હોય તેવું જણાતુ હતું. સજેશન બોક્સ અને ફર્સ્ટ બોક્સ તૂટેલી હાલતમાં જોવા મળેલ હતા. ફર્સ્ટ એઇડ બોક્સમાં એક પણ સાધન સામગ્રી હતી નહીં.
ડેપો મેનેજરને પણ સીટો મોકલવામાં આવી અને ટેલીફોનિક ફરિયાદ અને લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે. આજના વિભાગીય નિયામક શ્રી ને સીટો અર્પણ કરવાના કાર્યક્રમમાં દિલીપભાઈ આસવાણી,ગજેન્દ્રસિંહ ઝાલા,રાજુભાઈ આમરાણીયા,પ્રફુલાબેન ચૌહાણ,લુણાગરિયા ભાવેશભાઈ પટેલ, સતિષભાઈ માણેક, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, જયેશભાઈ બામરોટીયા, પરસાડીયા ધીરુભાઈ ભરવાડ, એડવોકેટ ઈન્દુભા રાઓલ, સરલાબેન પાટડીયા, પારુલબેન સિધ્ધપુરા સહિતના રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.