26 Aug 22 : ગુજરાતમાં યુવાનોને નોકરીની લાલચ આપવામાં આવી રહી છે. વિશ્વાસ કરશો તો ફસાઈ જશો. કેટલાકને મફતના વાયદા કરવામાં કશું વાંધો નથી હોતો આ વાત C R પાટીલે કોઈનું નામ લીધા અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. C R પાટીલે સૂરત ખાતે ના કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલનું નામ લીધા વિના આકરા પ્રહારો કર્યા હતા. સીઆર પાટીલ મામલે અરવિંદ કેજરીવાલે અગાઉ ટ્વીટ પણ કર્યું હતું ત્યારે સામ સામે આકરા પ્રહારો આ બે દિગ્ગજ વચ્ચે અગાઉ પણ જોવા મળ્યા હતા ત્યારે ફરી એકવાર પાટીલે આકરા પ્રહારો કર્યા હતા.

લોકો ખોટા વાયદાથી ગેરમાર્ગે ના દોરાવું જોઈએ. ગુજરાતે સૌથી વધુ રોજગારી આપી છે. આ સાથે વધુમાં કહ્યું કે, કેટલાક વાયદાઓ ચાઈનીઝ છે. જેથી વાયદાઓ સામે ગેરમાર્ગે ના દોરાય. લોકોને મૂર્ખ બનાવાવ પ્રયત્ન ના કરવો જોઈએ.મફતના વાયદાઓ કરવામાં તેમને વાંધો નથી હોતો તેમ પણ જણાવ્યું હતું. ગુજરાતમાં યુવાનોને નોકરીની લાલચ આપવામાં આવી રહી છે. વિશ્વાસ કરશો તો ફસાઈ જશો તેમ સીઆર પાટીલે કહ્યું હતું.

2 દિવસ પહેલા અરવિંદ કેજરીવાલે સીઆર પાટીલને લઈ કર્યું હતું ટ્વીટ : અરવિંદ કેજરીવાલે ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું કે, ગુજરાતમાં BJP આમ આદમી પાર્ટીથી ખરાબ રીતે ડરેલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ C R પાટીલને ટૂંક સમયમાં હટાવવા જઈ રહી છે. શું ભાજપ આટલી ડરી ગયો છે? તેમ કેજરીવાલે કહ્યું હતું. ત્યારે આ વાતને ધ્યાનમાં રાખી ફરી આમ આદમી પાર્ટી અને કેજરી વાલ પર પીટીલે આકરા પ્રહારો સૂરત ખાતેના કાર્યક્રમની અંદર કર્યા હતા.